Income Tax Raid : Social Media પરથી હટાવાઈ રહી છે Dhiraj Sahuની Rahul Gandhi સાથેની તસવીરો! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-13 14:14:54

કોંગ્રેસ રાજ્યસભા સાંસદ ધીરજ સાહુને ત્યાં ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે રેડ કરી હતી. એવું લાગતું હતું કે થોડા સમયમાં આ રેડ પૂર્ણ થઈ જશે. પરંતુ અનેક દિવસ પૂર્ણ થયા પરંતુ હજી સુધી કેટલી રકમ મળી આવી તે જાણી શકાયું નથી. ગણતરી કરવામાં આવી રહી છે, અનેક અધિકારીઓ નોટો ગણવા માટે બેઠા છે, મશીનો મૂકવામાં આવ્યા છે પરંતુ હજી સુધી કેટલા પૈસા છે તે જાણી શકાયું નથી. 300 કરોડને પાર આ આંકડો પહોંચી ગયો છે ત્યારે આ આંકડો 500 કરોડને પાર પણ જઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધી સાથેના ફોટો ધીરજ સાહુના ડિલીટ કરવામાં આવી રહ્યા છે તેવી માહિતી સામે આવી છે.

અદાણી મુદ્દે કોંગ્રેસ કરતું હતું ટ્વિટ! 

ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસ રાજ્યસભા સાંસદને ત્યાં રેડ પાડવામાં આવી હતી. સાંસદને ત્યાંથી મળી આવેલા રોકડા સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલ આ વિષયને લઈ ચર્ચાઓ થઈ રહી છે કે સાંસદને ત્યાં આટલા રૂપિયા કેવી રીતે આવ્યા? એક સમય હતો કે અદાણી મુદ્દે કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતી હતી પરંતુ હવે આ મામલે ભાજપ આક્રામક દેખાઈ રહી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ આને કારણો ઘેરાઈ રહી છે. 

કુબેરલોક! 250 કરોડ ગણાયા! 136 બેગો ભરેલા રૂપિયા ગણવાના બાકી, મશીનો થાકી ગયા

ભારત જોડો' યાત્રા વચ્ચે ગુજરાતમાં પાર્ટીના પ્રચાર માટે આવશે રાહુલ ગાંધી,  જાણો શું છે કારણ | Gujarat Election: Rahul Gandhi to campaign for Congress  in Gujarat during Bharat Jodo Yatra

સોશિયલ મીડિયા પરથી હટાવવામાં આવી રહ્યા છે ફોટા!

ભાજપના નેતાઓ આને લઈ કોંગ્રેસના નેતાઓને, સાંસદોને સવાલ પૂછવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતાઓએ પાર્ટીને આ મુદ્દાથી દૂર રાખવા માટે કહ્યું. જ્યારથી આ કિસ્સો સામે આવ્યો ત્યારથી રાહુલ ગાંધી સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે એવી માહિતી સામે આવી છે કે ધીરજ સાહુ રાહુલ ગાંધી સાથેના ફોટા સોશિયલ મીડિયા પરથી હટાવી રહ્યા છે. રાહુલ ગાંધી અને ધીરજ સાહુના સંબંધો વધુ ગાઢ છે તેવા ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી રહી છે કે ધીરજ સાહુના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક પછી એક તસવીરો ડિલીટ કરવામાં આવી રહી છે.

પીએમ મોદીએ પણ રેડને લઈ કર્યો કટાક્ષ, લખ્યું...

કોંગ્રેસના સાંસદને ત્યાંથી મળી આવેલા પૈસાને લઈ ભારતીય જનતા પાર્ટી તો કોંગ્રેસને ઘેરી રહી છે. આ મુદ્દાને લઈ અનેક ટ્વિટ કરવામાં આવી છે પરંતુ આ વખતે આ મુદ્દા પર પીએમ મોદીએ પણ ટ્વિટ કરી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આને લઈ એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેને પીએમ મોદીએ ટ્વિટ કર્યો છે અને ઉપર કેપ્શન લખ્યું છે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે  ‘ભારતમાં, ‘મની હાઇસ્ટ’ કથાની જરૂરિયાત કોને છે, જ્યારે તમારી પાસે કોંગ્રેસ પાર્ટી છે, જેની લૂંટ 70 વર્ષથી જાણીતી છે અને ગણતરીમાં આવવાની છે!’. ત્યારે સાંસદને ત્યાંથી કેટલા કરોડો મળી આવે છે તે જોવાનું રહ્યું કારણ કે પૈસા ગણતા ગણતા 6થી 7 દિવસોનો સમય તો પસાર થઈ ગયો છે અને હજી પણ ગણતરી ચાલી રહી છે.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.