વધ્યું ભારતીયોના માથા પર દેવું! Debtને લઈ IMFએ આપી ચેવતણી, જાણો કેટલા લાખ કરોડનું દેવું બાકી છે?


  • Published By :
  • Published Date : 2023-12-22 11:17:13

તમે જીવનમાં ક્યારેક તો એવું સાંભળ્યું હશે કે આપણા માથાના જેટલા વાળ છે એટલું દેવું દેશ પર છે! વાળ વધતાં નથી ઓછા થાય છે પણ આ દેવું તો વધતું જ જઈ રહ્યું છે. અત્યારે દેશ પર જેટલું દેવું છે એ આંકડો વાંચીને તમે દંગ રહી જશો. એક તરફ ભારત દેશદુનિયામાં સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા બની ગઈ છે પરંતુ તેની સાથે દેશ પર બોજો પણ બધી રહ્યો છે.  


ભારતનું દેવું 205 લાખ કરોડ પર પહોંચ્યું!  

એક તરફ ભારત દેશને વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બનાવવાની વાત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. ભારત ભલે દુનિયામાં સૌથી ઝડપથી આર્થિક રીતે વિકસીત થઈ રહ્યું છે પરંતુ શું તમને ખબર છે કે ભારત પર દેવું સતત વધી રહ્યું છે? એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત પર 205 લાખ કરોડનું દેવું છે. દેશમાં ચાલુ નાણાકીય વર્ષ જુલાઈ સપ્ટેમ્બરમાં કુલ દેવું વધ્યું છે. રિપોર્ટ અનુસાર ત્રિમાસિકમાં કુલ દેવું વધીને 2.47 ટ્રિલિયન ડોલર એટલે કે 205 લાખ કરોડ પર પહોંચી ગયું છે.    


આઈએમએફ દ્વારા આપવામાં આવી ચેતવણી 

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા દેવાને લઈ ભારત સરકારને ચેતવણી આપવામાં આવી છે. ચેતવણી આપતા કહેવામાં આવ્યું કે ભારતનું સામાન્ય સરકારી દેવું મધ્યમ ગાળામાં કુલ સ્થાનિક ઉત્પાદન એટલે કે જીડીપીના 100% કરતાં વધી શકે છે, બિઝનેસ સ્ટાન્ડર્ડે જણાવ્યું હતું કે લાંબા ગાળાના જોખમો ઊંચા છે કારણ કે દેશને સુધારવા માટે નોંધપાત્ર રોકાણની જરૂર છે. આ દેવું પાછળ વધવાના અનેક કારણો હોઈ શકે છે. 


શું કહે છે આરબીઆઈનો ડેટા?

એક કારણ છે કે ડોલરની કિંમતમાં સતત ઉછાળો નોંધાઈ રહ્યો છે. અગાઉના નાણાકીય વર્ષના માર્ચ ક્વાર્ટરમાં કુલ દેવાની રકમ $2.34 ટ્રિલિયન એટલે કે રૂ. 200 ટ્રિલિયન હતી. ઈન્ડિયાબોન્ડ્સ.કોમના સહ-સ્થાપક વિશાલ ગોયેન્કાએ જણાવ્યું કે, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કેન્દ્ર સરકારનું દેવું $1.34 ટ્રિલિયન એટલે કે  રૂ. 161.1 ટ્રિલિયન હતું, જે માર્ચ ક્વાર્ટરમાં $1.06 ટ્રિલિયન અથવા રૂ. 150.4 ટ્રિલિયન હતું. ભારતીય રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવેલ ડેટા.


દેવામાં કોનો કેટલો હિસ્સો?  

161.1 લાખ કરોડ રૂપિયાનું દેવું કેન્દ્ર સરકારનું છે. આ દેવું કુલ રકમના સૌથી વધુ 46.04 ટકા હિસ્સો ધરાવે છે. અહેવાલમાં જણાવાયું છે કે રાજ્ય સરકારોનો દેવું હિસ્સો 24.4 ટકા અથવા USD 604 બિલિયન (રૂ. 50.18 લાખ કરોડ) હતો. ટ્રેઝરી બિલ્સની કિંમત USD 111 બિલિયન અથવા રૂ. 9.25 લાખ કરોડ હતી, જે કુલ દેવાના 4.51 ટકા છે. રિપોર્ટ મુજબ, ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં કોર્પોરેટ બોન્ડ્સનો કુલ દેવું USD 531 બિલિયન (રૂ. 44.16 લાખ કરોડ)ના 21.52 ટકા હિસ્સો હતો. કેન્દ્ર સરકારનું દેવું આ કુલ દેવામાં 46.04 ટકા જેટલો ભાગ ભોગવે છે. 



આ અગાઉ પણ આપવામાં આવી હતી ચેતવણી 

મહત્વનું છે કે આની પહેલા પણ આ અંગે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે IMFએ ભારત સરકારને ચેતવણી આપી હતી. વૈશ્વિક સંસ્થાએ કહ્યું છે કે કેન્દ્ર અને રાજ્યો સહિત ભારતનું સામાન્ય સરકારી દેવું મધ્યમ ગાળામાં કુલ સ્થાનિક ઉત્પાદન જીડીપીના 100 ટકાથી ઉપર પહોંચી શકે છે. મહત્વનું છે કે આને લઈ કેન્દ્ર સરકારે અસહમતતા દર્શાવી હતી. ત્યારે સરકાર આ દેવું ક્યારે ચૂકવી શકે છે તે જોવાનું રહ્યું




૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.