ફેસ્ટિવ સિઝન આવતા ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેનની વધારાઈ ફ્રીક્વન્સી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 12:43:57

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખી રેલવે વિભાગે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનને દોડાવવાનો નિર્ણય કર્યો છે. દિવાળી દરમિયાન પ્રવાસ કરનારા યાત્રીકોને મુશ્કેલી ન પડે તે માટે ઉત્તર-પશ્ચિમ રેલવે ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેનને સપ્તાહમાં એક વખત દોડાવવામાં આવશે. મળતી વિગતો પ્રમાણે આ ટ્રેન દ્વારકા, રાજકોટ, મહેસાણા, આબુ રોડ, અજમેર, જયપુર સહિતના સ્ટેશનો પર ઉભી રહેશે. 

09523/Okha - Delhi Sarai Rohilla Special Fare SF Festivel Special - Okha to  Delhi Sarai Rohilla WR/Western Zone - Railway Enquiry


તહેવાર દરમિયાન વિશેષ ટ્રેનને દોડાવવાનો નિર્ણય 

તહેવારોની સિઝન ચાલું થઈ ગઈ છે. દિવાળીમાં બહારગામ ફરવા માટેનું પ્લાનિંગ પણ લોકોએ શરૂ કરી દીધું છે. દિવાળીના સમયે રેલવેમાં ભારે ઘસારો જોવા મળે છે. પોતાના ડેસ્ટિનેશન સુધી પહોંચવા લોકો રેલવેનો ઉપયોગ કરે છે. ત્યારે ફેસ્ટિવ સિઝન ચાલુ થતાં જ રેલવે વિભાગે વિશેષ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી દીધી છે. અઠવાડિયામાં એક દિવસ ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન ચલાવવામાં આવશે. 18 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી આ સ્પેશિયસ ટ્રેનને ચલાવવામાં આવશે.


Just Send Sms On Railway Enquiry Number 139 And Know Pnr Fare Seat  Availability Train Time Table And Tatkal Availability | રેલવે ઇન્ક્વાયરી  નંબર 139થી ટ્રેન ટાઈમ ટેબલ, ભાડું અને સીટની જાણકારી


મંગળવારે ઉપડશે ઓખા દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન

ટ્રેન નંબર 09523 અઠવાડિયામાં એક વખત પોતાનો પ્રવાસ  કરશે. 18 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી ચાલનારી આ ટ્રેન કુલ 7 ટ્રીપ કરવાની છે. દર મંગળવારે સવારે 10 વાગ્યે ઉપડશે અને બુધવારે 10.10 વાગ્યે દિલ્હી સરાય રોહિલા પહોંચાડશે. આ વખતે ટ્રેનમાં વધારે ડબ્બાઓ મુકાવામાં આવશે. તહેવારો દરમિયાન પેસેન્જર સરળતાથી મુસાફરી કરી શકે તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. તહેવારોને કારણે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે