ભારત-પાકિસ્તાન મેચને લઈ કાલે અમદાવાદમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા, રાજ્યમાં 8થી 12 વાગ્યા સુધી હાઇ એલર્ટ


  • Published By :
  • Published Date : 2023-10-13 20:47:59

ક્રિકેટ પ્રેમીઓ જેની બહુ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ આવતી કાલે અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે. વિશ્વ કપની આ હાઈ વોલ્ટેજ મેચને લઈને ફેન્સમાં અનેરો ઉત્સાહ છે તો બીજી તરફ સુરક્ષાને ધ્યાનમાં રાખીને શહેરની પોલીસ અને વિવિધ એજન્સીઓ પણ સતર્ક બની છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈ.સી.સી.ક્રિકેટ વર્લ્ડકપ અંતર્ગત આગામી સમયમાં યોજાનારી ભારત - પાકિસ્તાનની મેચના સંદર્ભમાં ઉચ્ચ સ્તરીય બેઠકનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. મિટિંગ બાદ રાજ્યના DGP વિકાસ સહાયએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. DGP વિકાસ સહાયે જાહેરાત કરી હતી કે આવતીકાલે રાત્રીના 8 થી12 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં હાઇ એલર્ટ રહેશે. 


6 હજાર પોલીસકર્મીઓ રહેશે તૈનાત


ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપ મેચને લઈ અનુસંધાને અમદાવાદ અને ગુજરાતમાં પોલીસે જડબેસલાક વ્યવસ્થા કરી છે. ભારત-પાકિસ્તાન મેચની 5 સ્ટેજની  સુરક્ષા ગોઠવાઈ છે. સ્ટેડિયમ અને અંદરના પ્રેક્ષકોની સુરક્ષામાં 6 હજાર પોલીસ જવાનો ખડેપગે રહેશે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્ટેડિયમની સુરક્ષા ઉપરાંત બોમ્સ સ્કવોર્ડની ખાસ ટીમ, ઉપરાંત ATS, SOG,NSG, RAF, NDRF  અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ઉપરાંત બોમ્સ સ્કવોર્ડની ખાસ ટીમ ખડેપગે રાખવામાં આવી છે. ટ્રાફિક અને પાર્કિંગ માટે પણ સઘન સુરક્ષા વ્યવસ્થા કરી છે. બંને ટીમ અને તેના સ્ટાફ માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત રહેશે. અસામાજિક તત્વો પર પોલીસની વોચ ગોઠવવામાં આવી છે. ટ્રાફિક અનુસંધાને અમદાવાદ પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી છે. 


વિજય સરઘસ અને ઉજવણી પર પોલીસની નજર


DGP વિકાસ સહાયના જણાવ્યા પ્રમાણે તમામ પોલીસ જવાન અને SRPFની ટુકડીઓ એલર્ટ પર રહેશે. આ ઉપરાંત વિજય સરઘસ અને ઉજવણી અંગે એસપી અને પોલીસ કમિશનર નિર્ણય લેશે. સાથે જ વિજય સરઘસની પરવાનગી સ્થાનિક પોલીસ નક્કી કરશે. આવતીકાલે મેચ રાત્રે 10 કે 10:30 કલાકે પૂર્ણ થવાની હોવાથી આવતીકાલે રાત્રે ૮ વાગ્યા પછી પોલીસ એલર્ટ થઈ જશે. એટલું જ નહીં રાજ્યમાં તમામ પોલીસકર્મી અને એસઆરપીને સતર્ક રખાશે. મેચનું પરિણામ જે રાજ્યમાં ક્યાંય છમકલું કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે એલર્ટ રહેશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે