IND vs SA 2nd Test: ભારતે દક્ષિણ આફ્રિકાને સાત વિકેટે હરાવ્યું, સિરિઝ 1-1થી ડ્રો; સિરાજ-બુમરાહ જીતના હીરો


  • Published By :
  • Published Date : 2024-01-04 21:35:43

ભારતે દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચોની સીરીઝની બીજી મેચ સાત વિકેટે જીતી લીધી છે. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. પ્રથમ દાવમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 55 રનમાં સમેટાઈ ગઈ હતી. જે બાદ ભારત 153 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. યજમાન ટીમે બીજા દાવમાં 173 રન બનાવ્યા હતા. આ રીતે ભારતને 79 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતે ત્રણ વિકેટ ગુમાવીને આ જીત મેળવી હતી.


ભારતે ઈતિહાસ રચ્યો


કેપટાઉન ટેસ્ટ જીતીને ભારતે ઈતિહાસ રચ્યો છે. તેણે અહીં પ્રથમ વખત ટેસ્ટ મેચ જીતી છે. કેપટાઉનમાં ભારતની આ સાતમી ટેસ્ટ મેચ હતી. અગાઉ તેને છમાંથી ચારમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બે ટેસ્ટ ડ્રો થઈ હતી. ભારતે કેપટાઉન ટેસ્ટ જીતીને શ્રેણીમાં પણ 1-1ની બરાબરી હાંસલ કરી હતી. આ બીજી વખત છે જ્યારે ભારત દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી ડ્રો કરવામાં સફળ રહ્યું છે. અગાઉ 2010-11માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી 1-1થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી.


કેપ્ટન રોહિત શર્મા પીચથી નાખુશ 


રોહિતે મેચ બાદ કહ્યું, 'કેપટાઉનની પીચ ટેસ્ટ મેચ માટે આદર્શ નહોતી. જ્યાં સુધી કોઈ ભારતીય પીચો વિશે ફરિયાદ ન કરે ત્યાં સુધી મને આવી પીચો પર રમવામાં કોઈ વાંધો નથી. ભારતના ટર્નિંગ ટ્રેકની અવારનવાર ટીકા થાય છે. વર્લ્ડ કપની ફાઈનલની પિચ પર પણ સવાલ ઉઠ્યા હતા. આઈસીસીએ આની તપાસ કરવી જોઈએ.


રોહિતે જીતનો શ્રેય આ ખેલાડીઓને આપ્યો


ટીમના વખાણ કરતા રોહિતે કહ્યું, 'તે સારી સિદ્ધિ રહી. અમારે સેન્ચુરિયનની ભૂલોમાંથી શીખવું જોઈતું હતું. જો કે અમે ખૂબ જ સારી વાપસી કરી, ખાસ કરીને અમારા બોલરોએ સારી બોલિંગ કરી, હું સિરાજ, બુમરાહ, મુકેશ અને પ્રસિધ્ધને શ્રેય આપવા માંગુ છું. જ્યારે પણ તમે અહીં આવો છો, તે પડકારજનક હોય છે. રોહિતે કહ્યું, 'અમે ભારતની બહાર ખૂબ સારું ક્રિકેટ રમ્યા છીએ, અમને તેના પર ખૂબ ગર્વ છે. અમને શ્રેણી જીતવી ગમશે. દક્ષિણ આફ્રિકા એક શાનદાર ટીમ છે, તેઓ હંમેશા અમને પડકાર આપે છે. અમે આ પ્રદર્શન પર ખૂબ ગર્વ અનુભવી શકીએ છીએ.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .