Independence Day Celebration : PM Modiએ લાલ કિલ્લા પરથી દેશવાસીઓને કર્યા સંબોધિત, સાંભળો તેમના સંબોધનના મહત્વના મુદ્દા


  • Published By :
  • Published Date : 2023-08-15 10:41:26

દેશ આજે 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે. લાલ કિલ્લા પર પીએમ મોદીએ ધ્વજારોહન કર્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે અનેક વાતો કરી હતી. અનેક જાહેરાતો કરી હતી. 10મી વખત લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ ધ્વજારોહન કર્યું હતું. પીએમ મોદીએ દેશવાસીઓને ત્રણ ગેરંટી આપી છે. પહેલી ગેરંટી ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે. બીજી ગેરંટી શહેરોમાં ભાડાના મકાનોમાં રહેતા દેશવાસીઓને બેંક લોનમાં રાહત આપવા કાર્ય કરાશે. ત્રીજા વાયદાની વાત કરીએ તો સમગ્ર દેશમાં 10 હજારથી 25 હજાર જનઓષધિ કેન્દ્રો ખોલવામાં આવશે.


મણિપુરનો પીએમ મોદી કર્યો પોતાના સંબોધનમાં ઉલ્લેખ

પોતના સંબોધનમાં પીએમ મોદીએ મણિપુરનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા દિવસોમાં મણિપુરમાં હિંસાનો સમય હતો. મા-દીકરીઓના સન્માન સાથે ગડબડ થઈ હતી, પરંતુ આજે ત્યાંની સ્થિતિ સામાન્ય થઈ રહી છે. શાંતિ પાછી આવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર શાંતિ પુન સ્થાપિત કરવા માટે કામ કરી રહી છે. દેશ મણિપુરના લોકો સાથે છે. 


યુવા શક્તિને લઈ પીએમ મોદીએ કહી આ વાત 

દેશવાસીઓને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું કે હું ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન આપનાર તમામ બહાદુર જવાનોને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. વીરોએ પોતાના જીવના બલિદાન આપી દેશને આઝાદી અપાવી છે. બલિદાન આપી વિરોએ ભારત માતાને આઝાદ કરાવ્યા હતા. યુવા શક્તિ પર વાત કરતા તેમણે કહ્યું કે આજે જે આપણે નિર્ણય લઈએ, તે 1000 વર્ષ સુધી આપણું ભાગ્ય લખે છે. આજે જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, તે ભાગ્યે જ કોઈના ભાગ્યમાં હોય છે. મને યુવાશક્તિ પર વિશ્વાસ છે. યુવાનોએ વિશ્વની પ્રથમ ત્રણ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં સ્થાન આપ્યું છે. ભારતની આ શક્તિ જોઈને દુનિયા આશ્ચર્યમાં પડી રહ્યા છે.  પોતાના સંબોધનમાં પીએમ મોદીએ સ્ત્રી સશક્તિકરણની વાત પણ કરી હતી.  ચંદ્રયાન-3 પ્રોજેક્ટનું નેતૃત્વ મહિલાઓ કરી રહી છે તેવું તેમણે કહ્યું હતું. 


વિશ્વકર્મા જયંતી પર લોન્ચ થશે વિશ્વકર્મા યોજના 

પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી એક જાહેરાત કરી છે. મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજાનાઓનો ઉલ્લેખ કર્યો હતો. નવી યોજનાની જાહેરાત કરતા તેમણે કહ્યું કે વિશ્વકર્મા જયંતી પર 13થી 15 હજાર કરોડ રૂપિયા સાથે નવી તાકાત આપવા માટે અમે આવતા મહિનામાં વિશ્વકર્મા જયંતી પર વિશ્વકર્મા યોજના શરૂ કરીશું.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે