ગુજરાતના રાજકારણમાં નવાજુનીના એંધાણ, 3 અપક્ષ ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી શક્યતા


  • Published By :
  • Published Date : 2022-12-11 16:03:05

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ હવે રાજકીય પક્ષપલટાની મોસમ ફરી પૂરબહારમાં ખીલી છે. આમ આદમી પાર્ટીના વિસાવદર બેઠક પર જંગી વિજય મેળવનાર ઉમેદવાર ભૂપત ભાયાણી ભાજપમાં જોડાશે તેવા સમાચાર વહેતા થયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે વિસાવદર બેઠકથી ભાજપના જ ઉમેદવાર હર્ષદ રિબડીયાને સાત હજાર 63 મતથી હરાવીને ભૂપતભાઈ ભાયાણીએ જીત મેળવી હતી. જો કે હવે ત્રણ અપક્ષ પણ ફરી ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. 


અપક્ષ ધારાસભ્યોની ગુપ્ત બેઠક


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા ત્રણ અપક્ષે ગુપ્ત બેઠક કરતાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. બાયડથી વિજેતા બનેલા ધવલસિંહ ઝાલા, વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ, ધાનેરાના માવજીભાઈ દેસાઈએ ગુપ્ત બેઠક કરી હતી. અત્રે નોંધવા જેવી બાબત એ છે કે બાયડથી વિજેતા બનેલા ધવલસિંહ ઝાલા અને ધાનેરાના માવજીભાઈ દેસાઈને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ટિકિટ ન આપતા તેઓ અપક્ષ  તરીકે ચૂંટણી લડ્યા હતા અને વિજયી પણ બન્યા હતા.  જો કે વિજેતા થયા બાદ તેઓ નવાજૂની ભૂલીને તેમની મૂળ પાર્ટી ભાજપમાં ફરી જોડાય તેવી પૂરી શક્યતા છે. જો કે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે બળવાખોરોને ભાજપમાં પરત નહીં લેવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો જો કે હવે પાટીલ આ ત્રણેય નેતાઓને ભાજપમાં સ્વિકારે છે કે કેમ તેના પર સૌની નજર છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે