ઇન્ડિ અલાયન્સના 16 રાજકીય પક્ષોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ચિઠ્ઠી લખી છે જેમાં આ તમામ પક્ષોએ સરકાર સમક્ષ એક જ માંગ કરી છે કે , સંસદનું એક વિશેષ સત્ર બોલાવવામાં આવે . વિપક્ષ આ માંગ પહલગામના આતંકી હુમલા પછી કરી રહ્યો છે . તો આવો જાણીએ ઇન્ડી અલાયન્સે પીએમ મોદીને પત્ર લખીને શું માંગણી કરી છે?
ઇન્ડી અલાયન્સના ૧૬ પક્ષોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને માંગણી કરી છે કે , સંસદનું એક વિશેષ સત્ર બોલાવવામાં આવે . જેમાં રાષ્ટ્રીય સુરક્ષાને લગતા મહત્વના મુદ્દાઓ જેમ કે , પહલગામના આતંકી હુમલાથી લઇને ઓપરેશન સિંદૂર અને સીઝફાયર પર ચર્ચા કરવામાં આવે . આ માટે દિલ્હીમાં ઇન્ડી અલાયન્સના પ્રતિનિધિઓ વચ્ચે મિટિંગ મળી હતી . જે ૧૬ પક્ષોએ પીએમ મોદીને પત્ર લખ્યો છે તેમાં કોંગ્રેસ , સમાજવાદી પાર્ટી , તૃણમૂલ કોંગ્રેસ , શીવ સેના ( UBT ) , રાષ્ટ્રીય જનતા દળ , DMK , નેશનલ કોન્ફરન્સ , કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા ( માર્ક્સિસ્ટ) , CPI , ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ , રિવોલ્યુશનરી સોશ્યાલિસ્ટ પાર્ટી , ઝારખંડ મુક્તિ મોરચો , વિદુથલાઈ ચિરૂથઈગલ કાટચી ( VCK ) , કેરાલા કોંગ્રેસ , MDMK અને CPI લિબરેશનનો સમાવેશ થાય છે . આ બધામાં આમ આદમી પાર્ટી હાજર નહોતી , તેમના તરફથી એવું કહેવામાં આવ્યું છે કે , તેઓ પોતે એક અલગ પત્ર પીએમ મોદીને લખશે.ઇન્ડી અલાયસની આ પાર્ટી મુખ્યત્વે પાંચ બાબતો વિશે સંસદમાં ચર્ચા ઈચ્છે છે . ૧) પહલગામનો આતંકી હુમલો , ૨) ઓપરેશન સિંદૂર , ૩) US દ્વારા જે સીઝફાયરનું એલાન કરવામાં આવ્યું ૪) ભારતનો રાજદ્વારી રિસ્પોન્સ ૫) ભવિષ્યમાં આતંકવાદને નાથવા માટેની રણનીતિ પર .
વાત કરીએ સંસદના વિશેષ સત્રંની તો , ભૂતકાળમાં ૨૦૨૩ના વર્ષમાં મહિલા અનામત બિલની માટે , ૨૦૧૭માં GST બિલના અમલીકરણ માટે , ૨૦૧૫માં ર્ડો બાબાસાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મજયંતિ નિમિતે તેમને યાદ કરવા માટે આયોજિત કરવામાં આવ્યું હતું . આપને જણાવી દયિકે બંધારણમાં અને સંસદના બને ગૃહોની રુલ બુકમાં ક્યાંય પર સ્પેશયલ સેંશન શબ્દ આપવામાં નથી આવ્યો . આ શબ્દ માત્રને માત્ર કલમ ૩૫૨માં જે કટોકટીને લગતી છે તેમાં આપવામાં આવેલો છે .