Delhiમાં INDIA Allianceએ સરકાર પર કર્યો હલ્લાબોલ! સાંસદોના સસ્પેન્શનને લઈ દેશના વિવિધ રાજ્યોમાં થયો વિરોધ, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-12-22 16:43:52

દેશની સંસદમાં શિયાળું સત્ર ચાલે છે. વિપક્ષી સાંસદો વગર અનેક બિલો પાસ કરવામાં આવી રહ્યા છે કારણ કે રાજ્યસભા અને લોકસભામાંથી કુલ 146 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંસદમાં સુરક્ષા ચૂક મામલે વિપક્ષી સાંસદોએ વિરોધ કર્યો હતો. સદનમાં હોબાળો કરવાને કારણે 146 સાંસદોને આખા શિયાળા સત્ર માટે સસ્પેન્ડ કરાયા છે. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં અનેક દિગ્ગજ સાંસદોના નામ છે. સાંસદોને સસ્પેન્ડ કરવાના મુદ્દે ઈન્ડિયા ગઠબંધનના સાંસદો વિરોધ કરી રહ્યા છે. પહેલા સંસદ ભવનની બહાર બેસી સાંસદો વિરોધ કરી રહ્યા હતા પરંતુ હવે દેશના વિવિધ રાજ્યોમાં ઈન્ડિયા ગઠબંધન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે દિલ્હીના જંતર-મંતર ખાતે ઈન્ડિયા ગઠબંધનના સાંસદોએ વિરોધ કર્યો હતો.

આખા દેશમાં સાંસદોને સસ્પેન્ડ કરાતા કરાશે આંદોલન 

શિયાળું સત્ર જ્યારથી શરૂ થયું છે ત્યારથી સંસદમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. વિવિધ મુદ્દાઓને લઈ પહેલા હોબાળો થતો હતો પરંતુ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવતા ન હતા પરંતુ સંસદમાં થયેલા હુમલા બાદ આ હોબાળો ઉગ્ર બન્યો અને એક સાથે અનેક સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. એક દિવસ માટે આ કાર્યવાહી થઈ એવું નથી પરંતુ સસ્પેન્ડ કરવાની કામગીરી બીજા દિવસે પણ ચાલી. એમ કરતા કરતા રાજ્યસભા અને લોકસભામાંથી 146 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ વાતને લઈ ઈન્ડિયા ગઠબંધનના સાંસદો વિરોધ કરી રહ્યા છે. 146 સાંસદોના સસ્પેન્શનના વિરોધમાં સંસદ ભવનની બહાર તો સાંસદોએ ધરણા કર્યા પરંતુ હવે આખા દેશમાં ઈન્ડિયા ગઠબંધન દ્વારા વિરોધ કરવામાં આવશે.

જંતર-મંતર ખાતે વિપક્ષી સાંસદોએ કર્યું આંદોલન  

ઈન્ડિયા ગઠબંધનના સાંસદોએ આજે દિલ્હીના જંતરમંતર ખાતે પ્રદર્શન કર્યું હતું. આ વિરોધમાં રાહુલ ગાંધી સહિતના મોટા નેતાઓ હાજર હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે શિયાળા સત્રમાં વિપક્ષના 146 સાંસદોને સસ્પેન્ડ કરવું તે માત્ર તેમનું અપમાન નથી પરંતુ દેશની 60 ટકા જનતાનું મોઢું બંધ કરી દીધું છે. સ્ટેજ પરથી રાહુલ ગાંધીએ કહ્યું કે આ માત્ર નફરત અને મહોબ્બત વચ્ચેની લડાઈ નથી, બીજેપી જેટલી નફરત ફેલાવશે, ઈન્ડિયા ગઠબંધન એટલી જ મહોબ્બત, ભાઈચારો અને એકતા ફેલાવશે.    


      

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે.... 

રાહુલ ગાંધી ઉપરાંત મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે બંધારણમાં આપણને વાણી સ્વતંત્રતા મળી છે. આ આઝાદી આપણને મહાત્મા ગાંધીજી, જવાહર લાલ નેહરુજી અને ડૉ. આંબેડકરજીએ આપી હતી. તમે વિપક્ષી સાંસદોને ગૃહમાંથી હાંકી કાઢ્યા અને કોઈપણ વિરોધ વિના તમામ કાયદા પસાર કરી દીધા. આ લોકશાહી માટે સારું નથી. ઉચ્ચ બંધારણીય હોદ્દા ધરાવતા લોકો કહે છે કે 'હું આ જાતિનો માણસ છું, તેથી જ તેઓ મારું અપમાન કરી રહ્યા છે.' અમને ગૃહમાં નોટિસો વાંચવા પણ દેવામાં આવતી નથી, તો શું હું કહી શકું કે મોદી સરકાર દલિતોને બોલવા પણ નથી દેતી!



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે