INDIA bloc meet: મમતાએ PM પદ માટે ખડગેના નામનો મૂક્યો પ્રસ્તાવ, ખડગેએ કરી આ મોટી વાત


  • Published By :
  • Published Date : 2023-12-19 19:42:33

દેશની રાજધાની દિલ્હીમાં મંગળવારે વિરોધ પક્ષોના ગઠબંધન I.N.D.I.A.ની ચોથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાંથી એક મોટું અપડેટ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે પણ મમતાના આ પ્રસ્તાવનું સમર્થન કર્યું છે.


ખડગેએ પ્રસ્તાવ પર શું કહ્યું?


મંગળવારે દિલ્હીમાં આયોજિત I.N.D.I.A.ની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મમતા બેનર્જીએ PM પદ માટે મલ્લિકાર્જુન ખડગેના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. અન્ય કેટલાક નેતાઓએ પણ મમતાને સમર્થન આપ્યું હતું પરંતુ ખડગેએ કહ્યું હતું કે હવે ચૂંટણીઓ નજીક છે અને આપણે હવે તે જીતવા માટે કામ કરવું પડશે, PM ઉમેદવાર અંગે પછી જોઈશું. ખડગેએ કહ્યું કે પહેલા અમે સંખ્યા વધારીશું, પછી નક્કી કરીશું કે PM કોણ હશે.


સાથે મળીને ધરણા અને સભાઓ કરીશું-ખડગે 


ગઠબંધનની બેઠક પૂરી થયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પત્રકાર પરિષદને સંબોધી હતી. તેમણે કહ્યું કે આ ચોથી બેઠકમાં 28 પક્ષોએ ભાગ લીધો હતો. બધાએ પોતપોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. બધાએ એક થઈને નિર્ણય લીધો છે કે તેઓ દેશમાં એક સાથે 8-10 સભાઓ અને પ્રદર્શનો કરશે. જો તમામ નેતાઓ એક મંચ પર નહીં જોવા મળે તો લોકોને ખબર નહીં પડે કે તેઓ હવે એક સાથે છે. દેશમાં આ પહેલા ક્યારેય એક સાથે આટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી, અમે તેના માટે લડીશું. તેમણે કહ્યું કે 22 ડિસેમ્બરે બધા મળીને તેનો વિરોધ કરશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે