ચીનને કાઉન્ટર કરવા માટે ભારત લદ્દાખમાં નવું એર ફિલ્ડ તૈયાર કરશે


  • Published By :
  • Published Date : 2022-10-27 21:33:11

ભારતી લદ્દાખ સરહદે ચીનનો સામનો કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. ભારત લદ્દાખના ન્યોમામાં એક નવા એર ફિલ્ડનું નિર્માણ કરશે. ન્યોમાં પૂર્વી લદ્દાખની એકદમ નજીક છે. આ વિસ્તારમાં ચીન પણ ઈન્ફ્રાસ્ટક્ચર ડેવલપ કરી રહ્યું છે. સરકારના આ નિર્ણયથી ચીનને કાઉન્ટર કરવામાં મદદ મળશે.


એર ફિલ્ડના અપગ્રેડેશન બાદ એરફોર્સની તાકાત વધી જશે


ભારતીય સેનાના અઘિકારીઓએ જણાવ્યું કે ભારત ખુબ ઝડપથી એલએસીથી 50 કિમી નજીક ફાઈટર વિમાનોના સંચાલન માટે ન્યોમા એડવાન્સ્ડ લેડિંગ ગ્રાઉન્ડ અપગ્રેડેશન માટે નિર્માણકાર્ય શરૂ કરશે. ચીન સાથે ચાલી રહેલી તંગદીલી દરમિયાન ન્યોમા એર ફિલ્ડનો ઉપયોગ જવાનો અને સામગ્રીના પરિવહન માટે થઈ રહ્યો છે. આ હવાઈ ક્ષેત્રમાં ચિનૂક હેવી-લિફ્ટ હેલિકોપ્ટર અને સી-130 જેવા સ્પેશિયલ ઓપરેશન્સ વિમાનોને પણ ઉતારી શકાય છે. આ એર ફિલ્ડના અપગ્રેડેશન બાદ એરફોર્સની તાકાત વધી જશે.


જવાનો અને સામગ્રીનું પરિવહન ઝડપી બનશે


એરફોર્સના ગ્રૂપ કેપ્ટન અજય રાઠીએ ન્યોમા જેવા એડવાન્સ્ડ લેડિંગ ગ્રાઉન્ડનું મહત્વ સમજાવ્યું હતું, રાઠીએ કહ્યું ન્યોમા એલએસીની ખુબ નજીક હોવાથી તેનું સ્ટ્રેટેજીક મહત્વ ખુબ જ છે. તે લેહ અને એલએસી વચ્ચેના અંતરને ઘટાડે છે. આ એર ફિલ્ડ પૂર્વી લદ્દાખમાં જવાનો અને યુધ્ધ સામગ્રીના ટ્રાન્સફરને ઝડપી બનાવવા સક્ષમ બનાવે છે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.