India-Pakistan Match : 191 રન બનાવી પાકિસ્તાની ટીમ ઓલ-આઉટ, જાણો કોણે કેટલા રન બનાવ્યા?


  • Published By :
  • Published Date : 2023-10-14 17:52:52

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાઈ રહી છે. ભારતે પહેલા ફ્રિલ્ડિંગ ભરવાનો નિર્ણય કર્યો છે. મેચને લઈ દર્શકોમાં અનરો ઉત્સાહ જોવા મળ્યો છે. પાકિસ્તાનની 155 રન પર બે વિકેટ પડી હતી ત્યાર પછી ત્રીજી વિકેટ પડી અને મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમની પાર્ટનરશીપ તૂટી હતી. ત્યાર પછી એક બાદ એક ખેલાડી ટીમોની વિકેટ પડી ગઈ હતી. 36 રનના ગાળામાં 191 રન પર આખી ટીમ ઓલઆઉટ થઈ ગઇ હતી.

191 રન પર પાકિસ્તાની ટીમ ઓલઆઉટ થઈ ગઈ

પાકિસ્તાનની 155 રન પર બે વિકેટ પડી હતી ત્યાર પછી ત્રીજી વિકેટ પડી અને મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમની પાર્ટનરશીપ તૂટી હતી. ત્યાર પછી એક બાદ એક ખેલાડી ટીમોની વિકેટ પડી ગઈ હતી. 36 રનના ગાળામાં 191 રન પર આખી ટીમ ઓલઆઉટ થઈ ગઇ હતી. પાકિસ્તાનની ટીમ 191 રનમાં ઓલ આઉટ થઈ ગઈ છે. 

live-india-vs-pakistan-score-icc-world-cup-2023-ind-vs-pak-scorecard-updates-from-narendra-modi-stadium-in-ahmedabad-214325

 42.5 ઓવરમાં પાકિસ્તાની ટીમ ઓલ આઉટ થઈ 

જ્યારે મેચ શરૂ થઈ ત્યારે પાકિસ્તાની ટીમ મજબૂત દેખાઈ રહી હતી. શરૂઆતી પાર્ટનરશીપ સારી હતી પરંતુ ધીરે ધીરે વિકેટો પડતી ગઈ. 42.5 ઓવરમાં 191 રન પાકિસ્તાની ખેલાડી બનાવી ચૂક્યા હતા. પહેલી બે વિકેટ પડી ત્યારે 155 રન હતા પરંતુ 36 રનમાં પાકિસ્તાને 8 વિકેટો ગુમાવી છે. ભારત માટે મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ. રવિન્દ્ર જાડેજા. કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યાએ બે-બે વિકેટ ઝડપી હતી. જોવા જેવી વાત એ હતી કે બાબર આઝમ, મોહમ્મદ રિઝવાને સારી બેટિંગ કરી હતી. બાબર આઝમે 50 રન બનાવ્યા હતા જ્યારે રિઝવાને 49 રન ફટકાર્યા હતા. ઈમામે 36 રન બનાવ્યા હતા. 


  

Image

  


બંને ટીમના પ્લેઈંગ 11ની વાત કરીએ તો - 


ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ


પાકિસ્તાન: અબ્દુલ્લા શફીક, ઇમામ ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટ કીપર), સાઉદ શકીલ, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, હારિસ રઉફ, શાહિન આફ્રિદી, હસન અલી 

Image



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે