India-Pakistanની મેચ દરમિયાન વરસાદ પાડશે વિધ્ન! જાણો વરસાદને લઈ Ambalal Patelએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-09-29 17:24:22

ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ ઓક્ટોબર મહિના દરમિયાન જામશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ઓક્ટોબર મહિના દરમિયાન વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થવાની છે જેને કારણે ગુજરાતમાં વરસાદ આવશે. નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વરસાદી માહોલ જામશે જેને લઈ ખેલૈયાઓના રંગમાં ભંગ પડશે. મહત્વનું છે કે 14 ઓક્ટોબર દરમિયાન ભારત પાકિસ્તાનની મેચ પણ યોજાવાની છે. તે સમય દરમિયાન વરસાદ વિધ્ન ઉત્પન્ન કરી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 

Image

આ જગ્યાઓ પર આવતી કાલે થઈ શકે છે વરસાદ 

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. હમણાં તો વરસાદે વિરામ લીધો છે પરંતુ સપ્ટેમ્બરમાં વરસાદે સારી એવી બેટિંગ કરી હતી. અનેક જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાયો છે. એક તરફ વરસાદ વિદાય લેવાની આરે છે તો બીજી તરફ ઓક્ટોબરમાં પણ વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 30મી સપ્ટેમ્બરે પણ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, અને દીવમાં થંડરસ્ટ્રોર્મ એક્ટિવિટી થવાની શક્યતા છે. 

Image

ઓક્ટોબર મહિનામાં સક્રિય થશે ચક્રવાતની સિસ્ટમ 

બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાનું છે જેને કારણે ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની મેહર જોવા મળી શકે છે. 14 ઓક્ટોબર સુધીમાં ચક્રવાત ગંભીર રૂપ ધારણ કરી શકે છે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ મજબૂત બનશે અને ડિસેમ્બર સુધી સાયકલોન બનતા રહેશે. મોટુ ચક્રવાત સક્રિય થવાનું છે જેને કારણે ગુજરાતમાં ઓક્ટોબર મહિના દરમિયાન પણ વરસાદી માહોલ જોવા મળશે.

Image

Image

ભારત પાકિસ્તાન મેચમાં વરસાદ કરી શકે છે વિધ્ન!

અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે  6થી 9 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં હલચલ થશે જેને કારણે ચક્રવાતની સિસ્ટમ સક્રિય થવાની છે. એક પછી એક સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ આવી શકે છે. મહત્વનું છે કે નવરાત્રી દરમિયાન વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ કરશે. નવરાત્રીની તો મજા વરસાદ બગાડશે પરંતુ ભારત પાકિસ્તાનની મેચની પણ મજા વરસાદ બગાડશે તે વાત અંબાલાલ પટેલની આગાહી પરથી લાગી રહી છે.  





ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.