ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.
ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાનની તમામ ફલાઇટો માટે ભારતીય એર સ્પેસ બંધ રહેશે . પહલગામના આતંકી હુમલા બાદ ભારતની પાકિસ્તાનના અર્થતંત્ર ખુબ મોટી સર્જીકલ સ્ટ્રીક છે. ભારત તરફથી આ માટે NOTAM એટલેકે ધ નોટિસ ટુ એરમેનએ આ માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે. હવે થી પાકિસ્તાનમાં રજીસ્ટરડ કોઈ પણ વિમાન સાથે જ પાકિસ્તાન એરલાઈન્સ દ્વારા ઓપરેટેડ , માલિકી અને લીઝ ધરાવનાર વિમાન સાથે જ કોઈ પણ મિલિટરી વિમાન ભારતની એરસ્પેસમાં પ્રવેશ નઈ કરી શકે . આ પ્રતિબંધ ૨૩ મેં સુધી લાગુ રહેશે. આપને જણાવી દયિકે દર અઠવાડીએ પાકિસ્તાનની ૮૦૦ ફ્લાઈટ્સ ભારતના એરસ્પેસમાંથી પસાર થાય છે. આનાથી પાકિસ્તાનને મોટો આર્થિક ફટકો પાડવાની સંભાવના છે. પાકિસ્તાની ઇન્ટરનેશનલ એરલાઇન્સની ખુબ મોટી સંખ્યામાં ફલાઈટ્સ દર અઠવાડીએ મલેશિયા , કુઆલા લંપુર જાય છે . ભારતની લશ્કરી કાર્યવાહીના ડરથી પાકિસ્તાનમાં જોરદાર ગભરાટનો માહોલ છે.
વાત કરીએ ભારતની તો આપણા ત્યાં પહલગામ હુમલાને લઇને સુપ્રીમ કોર્ટમાં એક જાહેરહિતની અરજી કરવામાં આવી છે જેની પર આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. આ જાહેરહિતની અરજીમાં એક ન્યાયિક આયોગના ગઠનની માંગ કરવામાં આવી છે. જ્યારથી પહલગામના આતંકી હુમલાની તપાસની જવાબદારી NIA એટલેકે નેશનલ ઇન્વેસ્ટિગેશન ટીમને મળી છે ત્યારથી જમ્મુકાશ્મીરમાં જોરદાર તપાસનો ધમધમાટ ચાલુ છે. NIA એ પહલગામની બાઇસારન ઘાટીમાં ૩D મેપિંગ પણ કર્યું છે. સાથેજ જોરદાર સર્ચ ઓપરેશન ચાલુ છે. આ આતંકી હુમલાને લઇને ૧૦૦ જણની પૂછપરછ ચાલુ છે. આ ઉપરાંત ફોરેનસિક ટીમે મહત્વના સબૂત એકઠા કરવાનું શરુ કરી દીધું છે. ભારતીય સેનાની કાર્યવાહી પણ ચાલુ છે હવે આતંકી ફારૂક ડેડવાનું ઘર ઉડાડી નાખવામાં આવ્યું છે. અત્યારસુધીમાં ૧૦ આતંકીઓના ઘરને ભારતીય સેના દ્વારા નેસ્તનાબૂદ કરવામાં આવ્યા છે . આમ ભારતની આતંકવાદની વિરુદ્ધમાં જોરદાર ગતિવિધિ ચાલુ છે.