Global Hunger Indexમાં ભારતનું સ્થાન પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકાથી પણ પાછળ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 14:46:26

GHIમાં 9.9થી ઓછો સ્કોર ધરાવતા દેશો લૉ રિસ્ક કેટેગરીમાં આવે છે
ચીનનો સ્કોર 5થી ઓછો, જે એશિયન દેશોમાં સૌથી સારો છે
બુરુન્ડુ, સોમાલિયા, સાઉથ સુદાન અને સિરિયાની સ્થિતિ અતિગંભીર ગણાવાઈ

India has ranked 107 on the Global Hunger Index (GHI), 2022, out of 121  countries, lagging behind most south Asian countries.

121 દેશોમાંથી ભારત છેક 107મા ક્રમે, 2021ની સરખામણીએ ચાલુ વર્ષે દેશમાં સ્થિતિ વધુ વણસી, દેશમાં 22.4 કરોડ લોકો કુપોષિત. GHIમાં સામેલ એશિયાના 16 દેશોમાં ચીન સૌથી આગળ. આફ્રિકાના બુરુન્ડુ, સોમાલિયા, સાઉથ સુદાન અને ગલ્ફ દેશ સિરિયાની સ્થિતિ અતિગંભીર ગણાવાઈ. ઉંચાઈ અનુસાર વજન અને બાળમૃત્યુદરમાં ઘટાડા બાબતે ભારતનું પર્ફોમન્સ પ્રમાણમાં સુધરી રહ્યું છે.

India ranks 107 on Global Hunger Index 2022, records highest child wasting  rate

ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં સામેલ 121 દેશોમાં ભારતનો ક્રમ છેક 107 આવ્યો છે. 29.1 સ્કોર સાથે ભારતમાં સ્થિતિ ગંભીર હોવાની ટકોર આ રિપોર્ટમાં કરાઈ છે. 2021માં ભારતનું સ્થાન 116 દેશોમાંથી 101મા ક્રમે હતું, જે ચાલુ વર્ષે સરકીને 107 પર પહોંચ્યું છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (GHI)દુનિયાભરના દેશો તેમજ પ્રાંતોમાં લોકોને કેટલા પ્રમાણમાં પૂરતો આહાર પ્રાપ્ત થાય છે તેના પર અભ્યાસ કરે છે. GHIમાં કુપોષણ, ઉંચાઈ અનુસાર વજન, ઉંમર અનુસાર ઉંચાઈ અને પાંચ વર્ષથી નાના બાળકોનો મૃત્યુદર એમ કુલ ચાર માપદંડોનો સમાવેશ કરવામાં આવે છે. ઉંમર અનુસાર ઉંચાઈ અને બાળ મૃત્યુદરમાં 2014થી GHIમાં ભારતનું પર્ફોમન્સ સતત સુધરી રહ્યું છે. જોકે, ઉંચાઈ અનુસાર વજન અને કુપોષણની બાબતમાં દેશની સ્થિતિ ખાસ નથી બદલાઈ.

Rural poor staring at starvation, elderly most vulnerable: NGO

ભારતનો સ્કોર 29.1 છે, જે તેને ગંભીર કેટેગરીમાં મૂકેછે. 9.9 કે તેનાથી ઓછો સ્કોર 'લો રિસ્ક'માં આવે છે, જ્યારે 35-49.9નો સ્કોર ચેતવણીરુપ અને તેનાથી વધુ સ્કોર અતિભયજનક સ્થિતિનો સંકેત આપે છે. 2022ના રેન્કિંગ પર નજર કરવામાં આવે તો ભારતના બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, મ્યાનમાર, પાકિસ્તાન જેવા દેશો આ બાબતે ભારતથી સારી સ્થિતિમાં છે, જ્યારે 5થી ઓછા સ્કોર સાથે ચીન આ યાદીમાં સામેલ એશિયાના 16 દેશોમાં સૌથી ટોચ પર છે. જ્યારે બુરુન્ડુ, સોમાલિયા, સાઉથ સુદાન અને સિરિયાની સ્થિતિ અતિગંભીર ગણાવાઈ છે.

India slips to 107th position in Global Hunger Index in 2022 | India  News,The Indian Express

પૂર્વ કેન્દ્રિય નાણામંત્રી અને કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે GHIમાં ભારતના સ્થાનને ગંભીર બાબત ગણાવતા પીએમ મોદી પર નિશાન તાક્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી ક્યારે કુપોષણ, ભૂખમરા તેમજ બાળમૃત્યુદર જેવા મુદ્દા પર વાત કરશે? દેશમાં 22.4 કરોડ લોકો કુપોષિત છે, દેશ ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં 121 દેશોમાંથી 107મા ક્રમે આવી અત્યારસુધીના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો છે.સૌ પ્રથમ ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2006માં રિલીઝ કરવામાં આવ્યો હતો. તેનો હેતુ વૈશ્વિક, પ્રાંતિય અને રાષ્ટ્રીય સ્તરે લોકોને પોષણયુક્ત ભોજન કેટલા અંશે મળી રહે છે તેની સ્થિતિનું આકલન કરવા માટે થાય છે.

Image




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .