India Vs England Match : કાળી પટ્ટી પહેરીને ક્રિકેટના મેદાનમાં ઉતરી Indian Team, જાણો આની પાછળ શું છે કારણ?


  • Published By :
  • Published Date : 2023-10-29 17:24:22

વર્લ્ડ કપ 2023ની મેચો રમાઈ રહી છે. આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે મુકાબલો થવાનો છે. બંને ટીમો વચ્ચે ટક્કર શરૂ થઈ ગઈ  છે. આ ટુર્નામેન્ટમાં ભારતની ટીમે પાંચ મેચ રમી લીધી છે અને ભારતની ટીમને દરેક મેચમાં જીત હાંસલ કરી છે. હમણાં તો બંને ટીમો વચ્ચે મેચ શરૂ થઈ ગઈ છે પરંતુ મેચ શરૂ થાય તે પહેલા ઈન્ડિયા ટીમના ખેલાડીઓ ગ્રાઉન્ડ પર કાળી પટ્ટી બાંધીને પહોંચ્યા હતા. રાષ્ટ્રગાન વખતે પણ ખેલાડીઓ કાળી પટ્ટી પહેરેલા દેખાયા હતા.  

બીસીસીઆઈએ કર્યું ટ્વિટ 

ભારતીય ક્રિકેટરોએ કાળી પટ્ટી ઈન્ડિયન ટીમના પૂર્વ ક્રિકેટર બિશન સિંહ બેદીની યાદમાં બાંધી હતી. તેમની યાદમાં ખેલાડીઓએ બ્લૈક આર્મ બેન્ડ બાંધ્યો છે. આ અંગેની માહિતી બીસીસીઆઈ દ્વારા આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગેની ટ્વિટ કરવામાં આવી છે. ટ્વિટમાં લખ્યું કે આઈસીસી મેન્સ ક્રિકેટ વિશ્વ કપ 2023માં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ મેચ શરૂ થવાની પહેલા ટીમ ઈન્ડિયા મહાન બિશન સિંહ બેદીની યાદમાં કાળી પટ્ટી પહેરશે. 

ind vs eng, world cup, bishan sigh bedi

Bishan Singh Bedi Death,ભૂતપૂર્વ કેપ્ટન અને લિજેન્ડરી સ્પિનર બિશન સિંહ  બેદીનું નિધન, 77 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ - former indian cricket  captain and legendary spinner bishan ...

77 વર્ષની ઉંમરે થયું ક્રિકેટરનું નિધન 

પૂર્વ ભારતીય ક્રિકેટર બિશન સિંહ બેદીનું નિધન 23 ઓક્ટોબરના રોજ થયું હતું. 77 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનો જન્મ 25 સપ્ટેમ્બર 1946માં અમૃતસરમાં થયો હતો. રિપોર્ટ્સ અનુસાર તેઓ ઘણા સમયથી બીમાર હતા. તેમના નિધનથી ખેલ જગતમાં શોક વ્યાપી ગયો છે. તેઓ લાંબા સમય સુધી ભારતીય ક્રિકેટના કેપ્ટન રહ્યા હતા અને તેમનું નામ વિશ્વના શ્રેષ્ઠ સ્પિનરોમાં સામેલ છે. ત્યારે આજે ટીમ ઈન્ડિયાએ પણ તેમને યાદ કર્યા છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે