વર્ષ 2027 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે: નાણામંત્રી નિર્મલા સીતારમણ


  • Published By :
  • Published Date : 2024-01-10 20:12:36

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે બુધવારે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2027-28 સુધીમાં ભારત 5 ટ્રિલિયન ડોલરથી વધુના કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) સાથે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. આ સાથે જ સીતારમણે કહ્યું કે સરકારના અનુમાન મુજબ પણ વર્ષ 2047 સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થાનું કદ 30 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને સંબોધતા સીતારમણે કહ્યું હતું કે, શક્ય છે કે આપણે 2047 સુધીમાં 30 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી જઈશું. આપણે વર્ષ 2027-28 સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીશું અને તે સમય સુધીમાં દેશની જીડીપી પાંચ ટ્રિલિયન ડોલરને વટાવી જશે. એક અનુમાન છે કે વર્ષ 2047 સુધીમાં આપણી અર્થવ્યવસ્થા ઓછામાં ઓછા  3 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે."  


ભારત 5મું સૌથી મોટું અર્થતંત્ર 


ભારત લગભગ 3.4 ટ્રિલિયન ડોલરની જીડીપી સાથે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. હાલમાં અમેરિકા, ચીન, જાપાન અને જર્મની જ તેનાથી આગળ છે. ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં 7.3 ટકાના દરે વૃદ્ધિ પામશે તેવું અનુમાન છે, જ્યારે ગયા નાણાકીય વર્ષમાં તેનો વિકાસ દર 7.2 ટકા હતો. અંગે સીતારમણે કહ્યું કે વર્ષ 2023 સુધીના 23 વર્ષોમાં ભારતને  919 બિલિયન ડોલરનું ડાયરેક્ટ ફોરેન ઈન્વેસ્ટમેન્ટ (FDI)આવ્યું છે. તેમાંથી 65 ટકા એટલે કે 595 અબજ ડોલરનું FDI નરેન્દ્ર મોદી સરકારના છેલ્લા આઠ-નવ વર્ષના કાર્યકાળ દરમિયાન આવ્યું છે. નાણાકીય સમાવેશનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે બેંક ખાતા ધરાવતા લોકોની સંખ્યા વધીને 50 કરોડ થઈ ગઈ છે જ્યારે 2014માં માત્ર 15 કરોડ લોકો પાસે બેંક ખાતા હતા.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે