મધ્યપ્રદેશ: ભારતીય એરફોર્સના હેલિકોપ્ટરનું ખેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ, 6 જવાનોનો આબાદ બચાવ


  • Published By :
  • Published Date : 2023-10-01 12:10:03

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ટેક્નિકલ ખામીના કારણે હેલિકોપ્ટરનું ભોપાલથી લગભગ 60 કિલોમીટર દૂર એક ખેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે, આ હેલિકોપ્ટરમાં છ જવાનો હતા. ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર બેરસિયાના ડુંગરિયા ગામમાં બનેલા ડેમ પાસે લેન્ડ થયું છે. ગ્રામજનોનું કહેવું છે કે હેલિકોપ્ટર લાંબા સમય સુધી ડેમની આસપાસ ચક્કર લગાવી રહ્યું હતું, ત્યારબાદ તે ફરીથી ખેતરમાં ઉતર્યું હતું. હાલ હેલિકોપ્ટરમાં સવાર સૈનિકો સેનાના એન્જિનિયરો અને ટેકનિશિયનોની રાહ જોઈ રહ્યા છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે હેલિકોપ્ટર ખેતરમાં ઉતર્યું છે. નજીકમાં એરફોર્સના જવાનો દેખાય છે. આ ઉપરાંત આસપાસના ગામડાઓમાંથી સેંકડો લોકો હેલિકોપ્ટરને જોવા માટે ઉમટી પડ્યા છે.


એરફોર્સના સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય વાયુસેનાના ALH ધ્રુવ હેલિકોપ્ટરે ભોપાલ નજીક ઈમરજન્સી લેન્ડિંગ કર્યું છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, ક્રૂ સભ્યો સુરક્ષિત છે અને તકનીકી ખામીની તપાસ માટે એક ટીમને બોલાવવામાં આવી છે.


ઘટના અંગે IAFએ શું કહ્યું?


આ ઘટના અંગે વાયુસેનાએ જણાવ્યું કે, ભોપાલથી ચકેરી સુધીના રૂટિન ટ્રેનિંગ મિશન દરમિયાન ALH MK III હેલિકોપ્ટરે સુરક્ષિત લેન્ડિંગ કર્યું છે. આ લેન્ડિંગ ભોપાલ એરપોર્ટથી 50 કિલોમીટર દૂર ડુંગરિયા ડેમ પાસે થયું હતું. આ ઘટનામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી. "ટેકનિકલ મદદનીશો હેલિકોપ્ટરની તપાસ કરવા માટે પહોંચી રહ્યા છે."


અગાઉ ભિંડમાં થયું હતું અપાચેનું લેન્ડિંગ


ઉલ્લેનિય છે કે અગાઉ પણ એરફોર્સના અપાચે હેલિકોપ્ટરને મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ લેન્ડિંગ બિહારમાં નયાગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના જખમૌલી ગામમાં સિંધ નદીમાં કરવામાં આવ્યું હતું. એરફોર્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે હેલિકોપ્ટરને રૂટિન ઓપરેશનલ ટ્રેનિંગ દરમિયાન ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. અપાચે પાયલોટ અને હેલિકોપ્ટર બંને સુરક્ષિત છે.



મંજીલ સુધી પહોંચવાની ચાહના લોકોને હોય છે.. ક્યાંક પહોંચવાની દોડમાં લોકો વ્યસ્ત થઈ રહ્યા છે પરંતુ ક્યાં પહોંચવું છે તેની ખબર નથી હોતી. જ્યારે આપણે ખોટા રસ્તા પર જઈએ છીએ. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે

દાહોદની ઘટનામાંથી કે સુરેન્દ્રનગરમાં બાળકી પર દુષ્કર્મની ઘટનામાંથી આપણે બહાર નથી આવ્યા ત્યાં ફરી એકવાર વડોદરામાં આ પ્રકારની ઘટના બની છે... વિકૃત માનસિકતા ધરાવનાર અપરાધીઓ નાની બાળકીઓને પણ નથી છોડતા... ગરબા રમવા ગયેલી સગીરા પર દુષ્કર્મ થયું હોય તેવી માહિતી સામે આવી છે.

થોડા દિવસ પહેલા તુરખેડાથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાને ઝોળી કરીને લઈ જવા લોકો મજબૂર બન્યા હતા... રસ્તાના અભાવે બાળકે પોતાની માતાને ગુમાવી છે.. આ ઘટનાની નોંધ હાઈકોર્ટે લીધી છે અને સુઓમોટો દાખલ કરી છે.. સરકારને તીખા સવાલો કર્યા છે અને જવાબ આપવા માટે કહ્યું છે....

નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપની એવા માતા બ્રહ્મચારીણીની આરાધના કરવામાં આવે છે. માતાજી શ્વેત વસ્ત્રો ધારણ કરનારા દેવી છે... બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે.