અમેરિકા હવે તો બહાર આવો રંગભેદમાંથી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-09 13:49:16

વિશ્વની મહાસત્તા અમેરિકા આમ તો દાવો કરે છે કે તેમના ત્યાં સમાનતા , આઝાદી , ભાઈચારો છે . પરંતુ હમણાં જે હરકત અમેરિકાના અલાસ્કા રાજ્યના એનકોરેજ એરપોર્ટની બહાર આવી છે તેનાથી સાફ સાફ એ વસ્તુ છતી થાય છે કે અમેરિકા હજુ પણ રેસિઝમમાંથી બહાર નથી આવ્યું . થયું એવું કે આપણા ભારતના એક વ્યવસાયી શ્રુતિ ચતુર્વેદી જયારે અમેરિકાના અલાસ્કા રાજ્યમાં ગયા હતા ત્યારે ત્યાં એક એરપોર્ટ આવેલું છે તેનું નામ છે એનકોરેજ . તેના ગ્રાઉન્ડ સ્ટાફે તેમને કસ્ટડીમાં  ૮ કલાક ગોંધી રાખ્યા હતા . 

Stripped, no restroom break: Indian woman narrates 8-hour detention ordeal  at US airport | Latest News India - Hindustan Times

શ્રુતિ ચતુર્વેદી જેઓ આપણા દેશના એક જાણીતા બિઝનેસવુમન છે . હમણાં જ થોડાક સમય પેહલા જયારે તેઓ અમેરિકાના અલાસ્કામાં ફરવા ગયા હતા . ત્યારે અલાસ્કા રાજ્યના એનકોરેજ એરપોર્ટ પરથી ભારત પાછા ફરતી વખતે  તેમની પૂછપરછ એફબીઆઈ દ્વારા કરવામાં આવી હતી .  કારણ માત્ર એટલું હતું કે , તેમની પાસે જે પાવરબેન્ક હતી તેની બેગ પર આ એરપોર્ટના સુરક્ષાકર્મીઓને શંકા ગઈ હતી . એક પુરુષ ઓફિસર દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી , કેટલાય સમય સુધી તેમને બાથરૂમ ના જવા દેવામાં આવ્યા સાથે જ તેમની પાસેથી ગરમ કપડાં , મોબાઈલ , સામાન લઈ લેવામાં આવ્યો હતો . શ્રુતિ ચતુર્વેદીએ આ સમગ્ર જાણકારી પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને આપી હતી . 

આઠ કલાકની પૂછતાછ બાદ તેમને કઈ મળ્યું નઈ . આટલુંજ નહિ શ્રુતિનો સામાન  હજી પણ આ એનકોરેજ એરપોર્ટ પર જ છે . શ્રુતિને પોતાના મૂળભૂત અધિકાર વંચિત રખાયા હતા એટલેકે તેમને એક ફોન આ એફબીઆઈના અધિકારીઓએ નહોતો કરવા દીધો . એક વસ્તુ સાફ છે કે , ભારતીયો અવારનવાર આવા રેસિઝમનો સામનો કરતા રહે છે. અહીં આ વસ્તુ પેહલીવાર નથી બની કે અમેરિકાની એરપોર્ટ ઓથોરિટીએ આવો ખરાબ વ્યવહાર કર્યો હોય . વાત છે ૨૦૧૧ની છે જયારે આપણા ભારતના ઇતિહાસમાં સૌથી લોકપ્રિય તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ ડો. એ પી જે અબ્દુલ કલામ ન્યુયોર્કથી ભારત આવવા માટે ૨૯ સપ્ટેમ્બરના ૨૦૧૧ના રોજ એર ઇન્ડિયાની ફ્લાઈટમાં બેસી ગયા હતા. પરંતુ ન્યુયોર્કની એરપોર્ટ ઓથોરિટીએ તે ફ્લાઇટને ઉડવા ના દીધી , ફ્લાઇટના દરવાજા ખોલાવ્યા , કલામ સરના જેકેટ અને બૂટને તપાસ માટે લઈ લેવાયા . આ કારણે ડો . એ પી જે અબ્દુલ કલામએ ઘણા લાંબા સમય સુધી બુટ વગર બેસી ફ્લાઈટમાં જ બેસી રેહવું પડ્યું હતું. જોકે પાછળથી ભારત સરકારે વિરોધ કરતા અમેરિકાએ માફી માંગી હતી . ટૂંકમાં અમેરિકાએ આ રેસિઝમની નીતિ છોડવી જ રહી .  બધા બહારના લોકોને  એક સરખી રીતે જોવાની આ પ્રણાલી અમેરિકાએ બદલવી જોઈએ. 

A.P.J. Abdul Kalam | Biography, History, Career, Books, Awards, & Facts |  Britannica



"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.