ICG અને ગુજરાત ATSનું સંયુક્ત ઓપરેશન: 350 કરોડની કિંમતનું 50 કિલો હેરોઈન પકડ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 12:42:18

ગુજરાતનો સમુદ્ર વિસ્તાર ડ્રગ્સ માફિયાઓ માટે નશીલા દ્વવ્યોની તસ્કરીનું મોકળું મેદાન બની ગયો છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSએ  ફરી એકવાર ગુજરાતના દરિયાઈ વિસ્તારમાંથી કરોડો રૂપિયાનું હેરોઈન ઝડપી પાડ્યું છે. કચ્છ જિલ્લાના જખો સમુદ્ર વિસ્તારમાં ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી પાકિસ્તાની બોટ સાથે 50 કિલો હેરોઈન પકડ્યું છે.  


6 પાકિસ્તાનીઓની ધરપકડ


ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)અને ગુજરાત ATS દ્વારા 50 કિલો હેરોઈન સાથે 06 પાકિસ્તાનીઓની અટકાયત કરવામાં આવી છે. ICG જહાજોએ  અને ATSએ પાકિસ્તાની બોટ  “AL SAKAR”ને દરિયામાં આતર્યું હતું. જહાજની તપાસ કરવામાં આવતા તેમાંથી આજે સવારે 350 કરોડ રૂપિયાની માર્કેટ કિંમતના 50 કિલો હેરોઈન સાથે ઝડપી પાડવામાં આવી છે. તોફાની સમુદ્ર અને ખરાબ હવામાન વચ્ચે આ ઓપરેશન સફળતાપુર્વક પાર પાડવામાં આવ્યું હતું. આ પાકિસ્તાની બોટને વધુ તપાસ માટે જખૌ લાવવામાં આવી રહી છે. ત્યા તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 


એક વર્ષમાં આ છઠ્ઠું ઓપરેશન 


સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ભારતીય કોસ્ટ ગાર્ડ સાથે ATSએ છેલ્લા એક વર્ષમાં આ છઠ્ઠું ઓપરેશન પાર પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે 14 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાની બોટમાંથી આશરે 200 કરોડની કિંમતનું 40 કિલો હેરોઇન પકડવામાં આવ્યું હતું. એટલે કે તે ઓપરેશનના એક મહિના કરતાં ઓછા સમયમાં બીજું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. આ મહિનામાં આ બીજું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે