ભારતનો GDP દર 6.5 ટકા રહેશે, વધતી મોંઘવારી ચિંતાજનક: વિશ્વ બેંક


  • Published By :
  • Published Date : 2022-12-06 15:31:39

વિશ્વ બેંકએ ચાલું નાણાકિય વર્ષમાં ભારતનો વૃધ્ધી દર વધારીને 6.9 ટકા પર રહેવાનું અનુમાન વ્યક્ત કર્યો છે. ભારતે કડક નાણાકિય નિતી અપનાવી તથા કોમોડિટીના વધેલા ભાવના કારણે ભારતની આર્થિક વૃધ્ધી પર અસર થઈ છે. જો કે તેમ છતાં પણ ભારત સૌથી ઝડપથી વૃધ્ધી પ્રાપ્ત કરતી ઇકોનોમીમાં સામેલ થઈ શકે છે. વિકાશશીલ અર્થતંત્રોમાં ભારત આર્થિક વિકાસ રોકાણકારોનું મુખ્ય રોકાણ કેન્દ્ર બની શકે છે.


ભારતમાં મોંઘવારી 7.1 ટકા


આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વર્ષ 2022-23માં સરેરાશ રિટેલ મોંઘવારી દર 7.1 ટકા રહી શકે છે. કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ  (CPI) પર પર આધારીત મોંઘવારી દરમાં થોડી રાહત મળી શકે છે. પરંતું હવે કેન્દ્રિય મધ્યસ્થ બેંકએ 6 ટકા ના માન્ય સ્તરથી ઉપર છે. જે આ વર્ષે જાન્યુઆરીમાં 6 ટકાથી ઉપર છે. આરબીઆઈની નાણાકિય નિતી નક્કી કરતા સમયે રિટેલ મોંઘવારી દર પર પણ ધ્યાનમાં રાખે છે. ઓક્ટોમ્બર મહિનામાં રિટેલ મોંઘવારી ઘટીને 6.77 ટકા પર આવી ગઈ છે. જે સપ્ટેમ્બર 2022માં 7.41 ટકા પર રહી હતી. ખાવા-પીવાની વસ્તુઓના ભાવ ઘટવાથી મુખ્યરૂપથી મોંઘવારી દરમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. જો કે આ સતત 10 મહિનામાં આરબીઆઈના કંમ્ફર્ટ લેવલથી ઉપર રહ્યું છે


આરબીઆઈની બેઠક પર નજર


ભારતીય રિઝર્વ બેંકની નાણાકિય નીતિ સમિતિની ત્રણ દિવસની બેઠક સોમવારે શરૂ થશે. બીઓબીના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવિસે કહ્યું કે આરબીઆઈ એવા સમયે તેના નાણાકિય નિતી રજુ કરશે જ્યારે જીડીપી વૃધ્ધી દર સુસ્ત પડી ગયો છે અને મોઘવારી હજુ પણ 6 ટકાની ઉપર યથાવત છે. જો  કે આ વખતે આરબીઆઈ ફરી એક વખત વ્યાજ દરમાં વધારો તો કરશે પણ તે સંભવત  0.25-0.35 ટકા જેટલો જ હશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે