દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે ભારતીય નૌકાદળ દિવસ


  • Published By :
  • Published Date : 2022-12-04 11:38:29

4 ડિસેમ્બરના રોજ ભારતીય નૌસેના દિવસ ઉજવવામાં આવે છે. નૌસેનાની સફળતા તેમજ વિરતાને યાદ રાખવા આ દિવસે ભારતીય નૌસેના દિવસ ઉજવાય છે. 4 ડિસેમ્બરના રોજ 1971માં ભારતીય નૌસેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. 1971માં જ્યારે ભારત- પાકિસ્તાનનું યુદ્ધ થયું હોય ત્યારે પાકિસ્તાને એરપોર્ટ પર હુમલો કર્યો હતો. તેનો જવાબ આપવા ભારતની નૌકાદળે પાકિસ્તાન પાસે બોમ્બ વિસ્ફોટ કરી વિમાન ઉડાવી દીધું હતું. આ હુમલામાં પાકિસ્તાનના અનેક જવાનો મરી ગયા હતા. ભારતીય નૌસેનાના આ શૌર્યને યાદ રાખવા દર વર્ષે આ દિવસ ઉજવવામાં  આવે છે.

નૌકાદળ News in Gujarati, Latest નૌકાદળ news, photos, videos | Zee News  Gujarati

આજે ભારતીય નૌકાદળ દિવસ. શું થયું હતું 1971 માં? દરિયાના પ્રખર પ્રહરી ભારતીય  નેવીની જાંબાઝ દાસ્તાન - Trending Gujarat

નૌકાદળની તાકાત સમગ્ર વિશ્વમાં છે પ્રખ્યાત

ભારતની દરિયાઈ સીમા ઘણી વિશાળ છે. લાંબી દરિયાઈ સીમા હોવાને કારણે તેની સુરક્ષા કરવી મુશ્કેલ થઈ જાય છે. પરંતુ ભારતીય નૌસેના આ કાર્યને ખૂબ સુંદર રીતે કરી રહી છે. નૌકાદળ ન માત્ર દરિયાઈ સીમાની રક્ષા કરે છે પરંતુ કુદરતી આફતમાં પણ તેઓ પોતાની ફરજ નિભાવે છે. ભારતીય નૌકાદળની તાકાત સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પાકિસ્તાને 1971માં જ્યારે ભારત પર હુમલો કર્યો હતો તે દરમિયાન પાકિસ્તાનને પરાજીત કરવામાં નૌકાદળે મહત્વની ભૂમિકા ભજવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી શુભકામના 

ભારતીય નૌકાદળની વીરતાને ઉપરાંત તેમના સાહસને પ્રોત્સાહન આપવા દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ ભારતીય નૌકાદળ દિવસ મનાવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આપણા જવાનોને આ દિવસની શુભકામના પાઠવી છે. વીડિયો ટ્વિટ કરી વડાપ્રધાન મોદીએ તેમના અપાયેલા બલિદાનને યાદ કર્યા છે.              




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે