શેરબજારમાં બન્યો નવો રેકોર્ડ; BSEનું માર્કેટ કેપ GDPથી પણ વધ્યું, પ્રથમ વખત 4 ટ્રિલિયન ડોલરને પાર


  • Published By :
  • Published Date : 2023-11-29 18:07:14

દેશના અગ્રણી શેરબજાર બીએસઈમાં લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન બુધવારે પહેલી વખત 4 ટ્રિલિયનના સ્તર પર પહોંચી ગયું છે. મુબઈ સ્ટોક માર્કેટના 30 શેરોવાળો સેન્સેક્સ શરૂઆતના ટ્રેડિંગમાં  305.44 પોઈન્ટ વધીને 66,479.64 પોઈન્ટ પર પહોંચી ગયો છે. શેર બજારમાં ખરીદારીના કારણે બિએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ બુધવારે સવારે ટ્રેડિંગમાં 3,33,26,881.49 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. 83.31 રૂપિયાના વિનિમય મૂલ્ય પર આ રકમ 4 ટ્રિલિયન ડોલરથી વધુ છે.     


માર્કેટ કેપ 2023માં રૂ.51 લાખ કરોડ વધ્યું


વૈશ્વિક શેર બજારોમાં ભારતીય શેર માર્કેટ પ્રમાણે અમેરિકા, ચીન, જાપાન અને હોંગકોંગ બાદ પાંચમાં સ્થાન પર છે. જ્યારે નિફ્ટી કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધી 10 ટકાથી વધુ મજબુત થયો છે. ભારતના માર્કેટ કેપ 2023માં લગભગ 51 લાખ કરોડ રૂપિયા વધી ગઈ છે. આવું નાના અને મિડ કેપ શેરોમાં શ્રેષ્ઠ પ્રદર્શન અને દલાલ સ્ટ્રીટ પર એક પછી એક આવનારા આઈપીઓના કારણે છે. ભારત મે 2021 માં 3 ટ્રિલિયન ડોલરની ક્લબમાં સામેલ થયું હતું. ઉલ્લેખનિય છે કે લગભગ 48 ટ્રિલિયન ડોલરના માર્કેટ કેપની સાથે અમેરિકા અત્યાર સુધીનું સૌથી મોટું ઈક્વિટી બજાર છે. ત્યાર બાદ ચીન (9.7 ટ્રિલિયન ડોલર) અને જાપાન 6 ટ્રિલિયન ડોલરનો નંબર આવે છે. 


એક વર્ષમાં માર્કેટ કેપ 15 ટકા વધ્યું 


બ્લૂમબર્ગના ડેટા મુજબ આ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધી ભારતનું માર્કેટ કેપ લગભગ 15 ટકા જેટલું વધ્યું છે. જ્યારે ચીનના માર્કેટ કેપમાં 5 ટકાનો ઘટાડો આવ્યો છે. ટોપ-10 માર્કેટ ક્લબમાં અમેરિકા એક માત્ર એવું માર્કેટ છે જે 17 ટકા સાથે ભારતની તુલનામાં તેજીથી આગળ વધી રહ્યું છે. આ વર્ષે દુનિયાના તમામ માર્કેટનું કુલ માર્કેટ કેપ 10 ટકા વધીને 106 ટ્રિલિયન ડોલર થઈ ગયું છે.



ગુજરાતમાં આજે ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થઈ રહ્યું છે. તાપમાનનો પારો આજે વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી હતી. અનેક જગ્યાઓ માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભાજપ અને ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે.. ત્યારે ઉમેદવારો તેમજ ભાજપના દિગ્ગજ નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. બનાસકાંઠાના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું છે.

ગુજરાતની 25 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે.. પીએમ મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું છે. વધારે મતદાન કરવા માટે તેમણે જનતાને અપીલ કરી છે.

ગુજરાત સહિત 11 રાજ્યોમાં આજે મતદાન થવાનું છે.. આજે 93 બેઠકોના મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.. પીએમ મોદી, અમિત શાહ, આનંદી બેન પટેલ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.. રાણીપની નિશાન સ્કૂલમાં પીએમ મોદી મતદાન કરવાના છે..