President Droupadi Murmuના હસ્તે Indian Teamના ફાસ્ટ બોલર Mohammed Shamiને એનાયત કરાયો Arjun Award, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-09 15:47:34

ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડ મળ્યો છે. 2023 માટે તેમની પસંદગી કરવામાં આવી છે. મંગળવાર એટલે આજે તેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. 28માં ખેલાડી શમી બની ગયા છે જેમને અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. બે વર્ષ પછી કોઈ ક્રિકેટરને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે. 2021માં શિખર ધવનને અર્જુન એવોર્ડથી સન્માનિત કરાયા હતા. વન ડે વર્લ્ડ કપમાં શાનદાર પરફોમ્સ કરવા બદલ શમીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.  

કોને શેમાં મળ્યો એવોર્ડ? 

આજે રાષ્ટ્રીય રમત એવોર્ડ રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે એક ઔપચારિક સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખેલાડીઓને એવોર્ડ સુપ્રરત કરાયો છે. 26 ખેલાડીઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો જેમાં ભારતીય ટીમના  ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનો સમાવેશ થાય છે. આર્ચરીમાં અદિતિ સ્વામી તેમજ ઓજસ પ્રવીણ દેવતાલને એવોર્ડ આપવામાં આવ્યો છે. એથ્લેટિક્સમાં શ્રીશંકર એમ, પારૂલ ચૌધરીની પસંદગી કરવામાં આવી છે. બોક્સિંગમાં મોહમ્મદ હુસામુદ્દીન, ચેસમાં આર વૈશાલી, ક્રિકેટમાં ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પસંદગી કરવામાં આવી છે. હોર્સ રાઈડિંગમાં અનુષ અગ્રવાલ, દિવ્યાકૃતિ સિંહને એવોર્ડ આપવામાં આવ્યો છે.


કોની શેમાં કરાઈ પસંદગી? 

ગોલ્ફમાં દીક્ષા ડાગર, હોકીમાં કૃષ્ણ બહાદુર પાઠક તેમજ પુખરામબમ સુશીલા યાનુની પસંદગી કરવામાં આવી છે. કબડ્ડીમાં એવોર્ડ પવન કુમાર, રિતુ નેગીને એનાયત કરવામાં આવ્યો છે. ખો-ખોમાં નસરીન, પિંકીમાં લોન બાઉલ્સની પસંદગી કરવામાં આવી છે. શૂટિંગમાં ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર, ઈશા સિંહની પસંદગી કરવામાં આવી છે. સ્કવોશમાં હરિન્દર પાલ સિંહ સંધુ, ટેબલ ટેનિસમાં આહિકા મુખર્જી, રેસલિંગમાં સુનીલ કુમાર, અંતિમ પંઘલને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વુશુમાં એન.દેવી, પેરા આર્ચરીમાં શીતલ દેવી, બ્લાઈન્ડ ક્રિકેટમાં ઈલ્લુરી રેડ્ડીની પસંદગી કરવામાં આવી છે. પ્રાચી યાદવની પસંદગી પેરા કેનોઈંગમાં કરવામાં આવી છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.