ઈન્ડિગો એરલાઈન્સ ફરી એક વખત ચર્ચામાં આવી છે. આ કોઈ નવી વાત નથી અનેક વખત આ એરલાઈન્સ ચર્ચામાં આવી છે. ગઈકાલથી એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો જેમાં ફ્લાઈટ ડિલે થવાને કારણે એક પેસેન્જરે પાયલોટ પર હાથ ઉપાડી દીધો. અનેક કલાકો સુધી પેસેન્જરોને બેસી રહેવું પડ્યું હતું. ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં મુસાફરો રનવે પર જમી રહ્યા છે. ફ્લાઈટ ડિલે થવાના સમાચાર મળ્યા તો મુસાફરો પ્લેનમાંથી નીચે ઉતરી ગયા અને રનવે પર પલાઠી મારીને જમવા લાગ્યા. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.
ગઈકાલે પણ એક વીડિયો ઈન્ડિગો ફ્લાઈટનો થયો હતો વાયરલ!
હમણાં ઠંડીની સિઝન છે. ઠંડીને કારણે વાતાવરણમાં ધુમ્મસ હોય છે જેને કારણે અનેક ફ્લાઈટ તેમજ ટ્રેનોને ડિલે અથવા તો કેન્સલ કરવામાં આવે છે. પ્લેન તેમજ ટ્રેનો મોડી દોડી રહી છે. ફ્લાઈટ તેમજ ટ્રેન ડિલે થવાને કારણે મુસાફરો અટવાઈ રહ્યા છે. મુસાફરોને અનેક કલાકો સુધી પ્લેટફોર્મ તેમજ એરપોર્ટ પર ટાઈમ વિતાવવો પડે છે. ગઈકાલે એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક પેસેન્જરે પાયલોટને લાફો મારી દીધો હતો. ત્યારે એક વીડિયો ફરી એક વખત વાયરલ થઈ રહ્યો છે જેમાં રનવે પર મુસાફરો જમી રહ્યા છે. ફ્લાઈટ ડિલે થવાને કારણે પેસેન્જરો અટવાઈ ગયા અને પછી શું... પેસેન્જરો ફ્લાઈટમાંથી નીચે ઉતર્યા અને રનવે પર જમવા લાગ્યા.
પ્લેનની બાજુમાં જમવા બેઠા મુસાફરો!
મળતી માહિતી અનુસાર આ વીડિયો એવા પેસેન્જરોનો છે જેમની ફ્લાઈટ 12 કલાક સુધી ડિલે થઈ હતી. આ વીડિયો અંગે જે માહિતી સામે આવી છે તે પ્રમાણે આ મુસાફરોને ગોવાથી દિલ્હી જવાનું હતું. પરંતુ ગોવા-દિલ્હી ઈન્ડિગો ફ્લાઈટ લગભગ 12 કલાક મોડી પડી હતી. આ પછી પણ તે દિલ્હી માટે ઉડાન ભરી શકી ન હતી, તેને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી હતી. આટલો સમય ફ્લાઈટ ડિલે થવાને કારણે ફ્લાઈટમાં સવાર મુસાફરોએ જમવાનું નક્કી કર્યું. ફ્લાઈટની બાજુમાં જમતા મુસાફરોનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો અંગે તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવો.






.jpg)








