સિંધુ જળ સંધિ પર ઘેરાયું પાકિસ્તાન, હવે ભારતે આપી નોટિસ, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-01-27 14:09:18

સિંધુ જળ સમજુતીને લઈ ભારતે પાડોશી દેશ પાકિસ્તાનને નોટિસ ફટકારી છે. સપ્ટેમ્બર 1960માં થયેલી આ જળ સંધીની સમીક્ષા  માટે ભારતે પાકિસ્તાનને નોટિસ ફટકારી છે. ભારતે કહ્યું છે કે તે એક જવાબદાર ભાગીદાર રહ્યો છે.  પાકિસ્તાનની કાર્યવાહીના કારણે સિંધુ જળ સંધી પર પ્રતિકુળ અસર પડી છે. આ નોટિસનો હેતુ પાકિસ્તાનને જળ સિંધુના ઉલ્લંખનને સુધારવા માટે 90 દિવસમાં સરકારી સ્તરે વિચાર વિમર્શ કરવાનો છે. આ નોટિસ 25 જાન્યુઆરીએ સિંધુ જળ સાથે જોડાયેલા કમિશનર્સને પાઠવવામાં આવી છે. 


પાકિસ્તાને કરી હતી ફરિયાદ


પાકિસ્તાનની વારંવારની ફરિયાદ પર, વિશ્વ બેંકે હાલમાં ન્યુટ્રલ એક્સર્ટ અને કોર્ટ ઓફ આર્બિટ્રેશન પ્રક્રિયા પર કાર્યવાહી શરૂ કરી છે. સિંધુ જળ સમજુતીની કોઈપણ જોગવાઈઓ હેઠળ આ મુદ્દાઓ પર કોઈપણ સમાંતર વિચારણાને આવરી લેવામાં આવી નથી. સિંધુ જળ સમજુતીમાં સંશોધન બાબતે પાઠવવામાં આવેલી ભારતની આ નોટિસ દ્વારા પાકિસ્તાનને સિંધુ જળ સમજુતીના ભૌતિક ઉલ્લંઘનને સુધારવા માટે 90 દિવસની અંદર સરકાર સાથે વાતચીત કરવા માટેની તક આપવામાં આવી છે. 


સિંધુ જળ સમજૂતી શું છે?


સિંધુ જળ સમજૂતી પાણીના વિભાજન બાબતની તે વ્યવસ્થા છે, જેના પર 19 સપ્ટેમેબર 1960નાં રોજ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાને કરાચીમાં હસ્તાક્ષર કર્યા હતા. તેમાં છ નદીઓ બિયાસ, રાવી, સતલુજ, સિંધુ, ચિનાબ અને જેલમના પાણીના વિતરણ અને ઉપયોગ કરવાના અધિકારોનો સમાવેશ થાય છે. વિશ્વ બેંકે આ કરારમાં મધ્યસ્થી કરી હતી.


આ નદીઓના કુલ 16.8 કરોડ એકર-ફૂટમાંથી ભારતનો હિસ્સો 3.3 કરોડ એકર-ફૂટ છે, જે લગભગ 20 ટકા છે. બીજી તરફ, પશ્ચિમની નદીઓ સિંધુ (ઈન્ડસ), ચિનાબ અને જેલમનું પાણી પાકિસ્તાનને આપવામાં આવ્યું છે. જો કે, ભારતને આ નદીઓના પાણીનો ખેતી, ઘરેલું વપરાશ માટે ઉપયોગ કરવાનો અધિકાર છે. આ સાથે ભારત અમુક માપદંડોની અંદર હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ પણ બનાવી શકે છે.


ઈન્ડસ કમિશન શા માટે રચાયું?


ઈન્ડસ વોટર સંધિ (સિંધુ જળ સમજુતી) હેઠળ કાયમી સિંધુ કમિશન રચવા પર 1960માં ભારત અને પાકિસ્તાને હસ્તાક્ષર કર્યા હતા. આ કમિશન હેઠળ દેશોમાં કમિશનરોની નિમણૂક કરવામાં આવી હતી. તેઓ સરકારના પ્રતિનિધિ તરીકે કામ કરે છે. આ સંધિને કારણે બંને દેશોના કમિશનરોને વર્ષમાં એકવાર મળવાનું હોય છે.તેમની બેઠક એક વર્ષ ભારતમાં અને એક વર્ષ પાકિસ્તાનમાં મળે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે