International Yoga Day 2023: 21મી જૂને જ શા માટે યોગ દિવસ મનાવવામાં આવે છે, તેનો ઇતિહાસ અને આ વર્ષની થીમ શું છે? જાણો


  • Published By :
  • Published Date : 2023-06-19 15:11:56

ભારતને યોગ ગુરૂ કહેવામાં આવે છે. શારીરિક અને માનસિક આરોગ્ય માટે યોગ ખુબ જ જરૂરી છે. યોગનો અભ્યાસ શરીરને રોગમુક્ત રાખે છે અને મનને શાંતિ આપે છે. ભારતમાં ઋષિમુનીઓના સમયથી જ યોગાભ્યાસ થતો આવ્યો છે.  યોગ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલો છે, જેનો પ્રચાર આજે વિદેશમાં પણ જોરશોરથી થઈ રહ્યો છે. વિદેશોમાં યોગના પ્રચારનો શ્રેય યોગ ગુરૂઓને જાય છે. ભારતીય  યોગગુરૂએ વિદેશી જમીન પર યોગની ઉપયોગિતા અને મહત્વ અંગે લોકોને જાગૃત કર્યા. આજે સમગ્ર દુનિયામાં લોકોએ યોગને તેમના જીવનમાં સામેલ કરી દીધો છે. લોકો વિવિધ યોગાસનોની પ્રેક્ટિસથી સ્વસ્થ મન અને તનની પ્રાપ્તીનો અભ્યાસ કરી રહ્યા છે. યોગની આ ઉપયોગિતાથી તમામ લોકોને જાગરૂક કરવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રિય સ્તર પર યોગ દિવસ મનાવવામાં આવે છે. જો કે યોગ દિવસ મનાવવાની શરૂઆત કોણે, ક્યારે, કરી તે જાણવું ખુબ જ રસપ્રદ છે. આવો આજે આપણે જાણીએ કે યોગ દિવસના ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ અંગે..... 


સૌપ્રથમ યોગ દિવસ ક્યારે મનાવાયો?


કોરોના કાળ બાદ યોગનું મહત્વ લોકોને સમજાયું છે. સંક્રમણથી લડવા માટે રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાના હેતુંથી લોકો યોગ અભ્યાસ કરવા લાગ્યા, પરંતું 21 જૂનના રોજ 2015થી યોગ મનાવવાની શરૂઆત થઈ હતી. આ વર્ષથી સમગ્ર વિશ્વમાં યોગ દિવસ મનાવવાનો શુભારંભ થયો હતો.


યોગ દિવસનો ઈતિહાસ 


ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UN)માં દુનિયાના તમામ દેશોને યોગ દિવસ મનાવવાનું આહવાન કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીના આ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ સ્વીકારી લીધો અને માત્ર ત્રણ જ મહિનાની અંદર આંતરરાષ્ટ્રિય યોગ દિવસ આયોજીત કરવાની જાહેરાત કરી દીધી છે. ત્યાર બાદ આગામી વર્ષ 2015માં સૌપ્રથમ વખત સમગ્ર વિશ્વએ યોગ દિવસ મનાવ્યો હતો. 


શા માટે 21 જૂનના રોજ  યોગ દિવસ?


યોગ દિવસને મનાવવા માટે 21 જૂનનો દિવસ જ નક્કી કરવામાં આવ્યો છે. 21 જૂનના રોજ જ યોગ દિવસ શા માટે મનાવવામાં આવે છે તે સવાલ થાય તે સ્વાભાવિક છે.  તેનું  કારણ એ છે કે આ તારીખે જ ઉત્તર ગોળાર્ધનો સૌથી લાંબો દિવસ હોય છે. જેને ગ્રીષ્મ સંક્રાતિ કહેવામાં આવે છે. ભારતીય પરંપરા પ્રમાણે ગ્રીષ્મ સંક્રાંતિ બાદ સુર્ય દક્ષિણાયનમાં પ્રવેશ કરે છે. સુર્ય દક્ષિણાયનનો સમય આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે ખુબ જ અસરકારક છે. આ જ કારણે દરેક વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રિય યોગ દિવસ મનાવવામાં આવે છે.


આંતરરાષ્ટ્રિય યોગ દિવસ 2023ની થીમ


યોગ દિવસ 2023ની થીમ ' વસુધૈવ કુટુંબકમ માટે યોગ' (Yoga for Vasudhaiva Kutumbakam) છે. વસુધૈવ કુટુંબકમનો અર્થ થાય છે સમગ્ર ધરતી એક પરિવાર છે. આ થીમનું  તાત્પર્ય એ છે કે ધરતી પર તમામ લોકોના આરોગ્ય માટે યોગ ઉપયોગી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે