અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી GT vs CSK વચ્ચેની ફાઈનલ મેચ, વરસાદ બાદ થયેલી ફજેતી માટે કોણ જવાબદાર?


  • Published By :
  • Published Date : 2023-06-01 20:50:13

IPL 2023ની ફાઇનલ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાનારી મેચ દરમિયાન રાત્રે 9:50 વાગ્યે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો, જેના કારણે મેચ બે કલાકથી વધુ સમય માટે રોકવાની ફરજ પડી હતી. વરસાદ રોકાઈ જતાં કારણે મેચ ફરીથી 12.10 વાગ્યે શરુ થઈ હતી. વરસાદ બાદ મેચ ફરી શરુ થતા 5 ઓવર ઘટાડવામાં આવી હતી. આ GT vs CSK મેચ જોવા માટે 1 લાખ 4 હજાર 859 લોકો સ્ટેડિયમ પહોંચ્યા હતા. 3 કરોડથી વધુ યુઝર્સ એને લાઈવ જોઈ રહ્યા હતા, પરંતુ મેચ મોડી યોજાતા કરોડો ચાહકો ભારે નિરાશ થયા હતા. BCCI વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. IPL વિશ્વની બીજી સૌથી મોટી લીગ છે. તેમ છતાં IPL ફાઈનલમાં જે રીતે ફજેતી થઈ તે ચોંકાવનારી બાબત છે.


સ્ટેડિયમના લોકાર્પણ વખતે કરાયા હતા મોટા દાવા


અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમના લોકાર્પણ સમયે જારી કરાયેલી સત્તાવાર અખબારીયાદીમાં મોટા દાવા કરવામાં આવ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું હતું કે અહીં ડ્રેનેજ સિસ્ટમ એટલી સારી છે કે વરસાદ બંધ થયા પછી 30 મિનિટમાં રમત શરૂ થઈ જશે. જોકે વરસાદ 10:15 વાગ્યે બંધ થઈ ગયો હતો અને રમત 12:10 વાગ્યે એટલે કે લગભગ 2 કલાક પછી શરૂ થઈ શકી નહોંતી.


શા માટે થઈ ફજેતી?


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ડ્રેનેજ સિસ્ટમ વર્લ્ડ ક્લાસ છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે જમીન પર 8 સેમી સુધી વરસાદ પડવા છતાં 30 મિનિટમાં રમત શરૂ કરી શકાય છે. આ મેદાનની પિચ અને ઘાસની નીચે રેતીનો એક સ્તર નાખવામાં આવ્યો છે, જે અન્ય સ્ટેડિયમની તુલનામાં ખૂબ જ ઝડપથી પાણીને શોષી લે છે. સિસ્ટમ દેખીતી રીતે શાનદાર છે, જોકે જમીન પર રેઈન મેનેજમેન્ટ સાધનોનો અદ્યતન ભાગ ન હતો.આ સાધનને હોવર કવર કહેવામાં આવે છે. એ એક યાંત્રિક ટ્રોલી છે, જેના પર પિચ અને ગ્રાઉન્ડ કવર મૂકવામાં આવે છે. એની વિશેષતા એ છે કે અમ્પાયર તરફથી સિગ્નલ મળ્યાની થોડી જ સેકન્ડોમાં એને પિચની નજીક ખસેડી શકાય છે અને પછી પિચ અને એની આસપાસના વિસ્તારને ખૂબ જ ઝડપથી કવર કરી શકાય છે.


સ્ટાફમાં કુશળતાનો અભાવ


નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર 38 ગ્રાઉન્ડ સ્ટાફ હતા, પરંતુ કૌશલ્યપ્રાપ્ત અને તાલીમપ્રાપ્ત દેખાતા નહોતા વરસાદની સ્થિતિમાં પિચ અને ગ્રાઉન્ડ પર કવર નાખવું એ પોતાનામાં એક કૌશલ્ય છે. અમદાવાદમાં આ કામમાં રોકાયેલા લોકોમાં આ કૌશલ્યનો અભાવ સ્પષ્ટ દેખાતો હતો. તેમણે કવર લાવવામાં વિલંબ કર્યો અને પછી એને યોગ્ય રીતે મૂકી પણ ન શક્યા. કવર હટાવવાની ભૂલને કારણે પિચની આસપાસના વિસ્તારોમાં પુષ્કળ પાણી એકઠું થયું હતું.


સ્ટેડિયમનો સ્ટાફ ઉંઘતો ઝડપાયો


અમદાવાદમાં વરસાદની આગાહી જરૂર થઈ હતી, વરસાદ પછી મેદાનમાં દેખાયેલી અવ્યવસ્થા પાછળ અમદાવાદમાં વરસાદ ન હોવાનું માઈન્ડસેટ પણ એક કારણ હતું. પરંતુ આવા વરસાદ માટે ન તો સ્ટાફ સંપૂર્ણપણે તૈયાર હતો કે ન તો મેનેજર અને ન તો મશીનો. વરસાદ પડતાંની સાથે જ સ્ટાફ દોડવા લાગ્યો હતો. પવન ખૂબ જ જોરદાર હતો, જેના કારણે કવર યોગ્ય રીતે લગાવી શકાયા નહિ.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે