IPL 2024 Schedule : IPLની શરૂઆતની 21 મેચોનું શેડ્યૂલ જાહેર, 22 માર્ચથી ક્રિકેટનો મહાસંગ્રામ શરૂ


  • Published By :
  • Published Date : 2024-02-22 18:56:02

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 (Indian premier league 2024 schdule)નું શેડ્યૂલ આવી ગયું છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝનનું શેડ્યૂલ આજે ગુરુવારે (22 ફેબ્રુઆરી)ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. IPLના શિડ્યુલની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. IPLમાં પ્રથમ મેચ મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને વિરાટ કોહલી (Virat Kohli)ની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ 22 માર્ચે ચેન્નાઈમાં એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાશે.


IPL 2024 દેશમાં જ યોજાશે


IPLના અધ્યક્ષ અરુણ ધૂમલે કહ્યું હતું કે સમગ્ર ટૂર્નામેન્ટ ભારતમાં જ આયોજિત કરવામાં આવશે. ફક્ત 2009 માં જ IPL સંપૂર્ણ રીતે વિદેશ (દક્ષિણ આફ્રિકા) માં રમાઈ હતી, જ્યારે 2014 માં, સામાન્ય ચૂંટણીઓને કારણે, કેટલીક મેચ યુએઈમાં રમાઈ હતી. જો કે, 2019માં સામાન્ય ચૂંટણીઓ હોવા છતાં આ ટુર્નામેન્ટ ભારતમાં યોજાઈ હતી.


પ્રથમ 21 મેચોનું શેડ્યૂલ જાહેર


દેશમાં આ વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીને કારણે IPLનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું નથી. હાલ 17 દિવસનો કાર્યક્રમ બહાર આવ્યો છે. લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ બાકીની મેચોનું શેડ્યૂલ જાહેર કરવામાં આવશે.સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, પ્રથમ 21 મેચો (22 માર્ચથી 7 એપ્રિલ સુધી)નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ 21 મેચો બે અઠવાડિયાના સમયગાળામાં રમાશે અને 21 મેચ 10 શહેરોમાં રમાશે. ખાસ વાત એ છે કે દિલ્હી કેપિટલ્સ તેની શરૂઆતની હોમ મેચ વિઝાગમાં રમશે.આઈપીએલ 2024ની બાકીની મેચોનું શેડ્યૂલ પછીથી જાહેર કરવામાં આવશે. 


આ છે IPL 2024નો કાર્યક્રમ 


ચેન્નાઈ સુપર કિંગ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 22 માર્ચ, ચેન્નાઈ, રાત્રે 8.00 વાગ્યે


પંજાબ કિંગ્સ વિ દિલ્હી કેપિટલ્સ, 23 માર્ચ, મોહાલી, બપોરે 3.30 વાગ્યે


કોલકાતા નાઈટ રાઈડર્સ વિ સનરાઈઝર્સ હૈદરાબાદ, 23 માર્ચ, કોલકાતા, સાંજે 7.30 વાગ્યે


રાજસ્થાન રોયલ્સ વિ લખનૌ સુપર જાયન્ટ્સ, 24 માર્ચ, જયપુર, બપોરે 3.30 વાગ્યે


ગુજરાત ટાઇટન્સ વિ મુંબઈ ઇન્ડિયન્સ, 24 માર્ચ, અમદાવાદ, સાંજે 7.30 વાગ્યે


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ પંજાબ કિંગ્સ, 25 માર્ચ, બેંગલુરુ, સાંજે 7.30 વાગ્યે


ચેન્નાઈ સુપર કિંગ્સ વિ ગુજરાત ટાઇટન્સ, 26 માર્ચ, ચેન્નાઈ, સાંજે 7.30 વાગ્યે


સનરાઈઝર્સ હૈદરાબાદ વિ મુંબઈ ઈન્ડિયન્સ, 27 માર્ચ, હૈદરાબાદ, સાંજે 7.30 વાગ્યે


રાજસ્થાન રોયલ્સ વિ દિલ્હી કેપિટલ્સ, 28 માર્ચ, જયપુર, સાંજે 7.30 વાગ્યે


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ કોલકાતા નાઈટ રાઈડર્સ, 29 માર્ચ, બેંગલુરુ, સાંજે 7.30 વાગ્યે


લખનૌ સુપર જાયન્ટ્સ વિ પંજાબ કિંગ્સ, 30 માર્ચ, લખનૌ, સાંજે 7.30 વાગ્યે


ગુજરાત ટાઇટન્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદ, 31 માર્ચ, અમદાવાદ, બપોરે 3.30 વાગ્યે


દિલ્હી કેપિટલ્સ વિ ચેન્નાઈ સુપર કિંગ્સ, 31 માર્ચ, વિઝાગ, સાંજે 7.30 વાગ્યે


મુંબઈ ઈન્ડિયન્સ વિ રાજસ્થાન રોયલ્સ, 1 એપ્રિલ, મુંબઈ, સાંજે 7.30 વાગ્યે


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ લખનૌ સુપર જાયન્ટ્સ, 2 એપ્રિલ, બેંગલુરુ, સાંજે 7.30 વાગ્યે


દિલ્હી કેપિટલ્સ વિ કોલકાતા નાઈટ રાઈડર્સ, 3 એપ્રિલ, વિઝાગ, સાંજે 7.30 વાગ્યે


ગુજરાત ટાઇટન્સ વિ પંજાબ કિંગ્સ, 4 એપ્રિલ, અમદાવાદ, સાંજે 7.30 વાગ્યે


સનરાઇઝર્સ હૈદરાબાદ વિ ચેન્નાઇ સુપર કિંગ્સ, 5 એપ્રિલ, હૈદરાબાદ, સાંજે 7.30 વાગ્યે


રાજસ્થાન રોયલ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 6 એપ્રિલ, જયપુર, સાંજે 7.30 વાગ્યે


મુંબઈ ઈન્ડિયન્સ વિ દિલ્હી કેપિટલ્સ, 7 એપ્રિલ, મુંબઈ, બપોરે 3.30 વાગ્યે


લખનૌ સુપર જાયન્ટ્સ વિ ગુજરાત ટાઇટન્સ, 7 એપ્રિલ, લખનૌ, સાંજે 7.30 વાગ્યેલોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી ગયું છે. આજે ફોર્મની ચકાસણી કરાઈ. આ બધા વચ્ચે ગેનીબેન ઠાકોર પર પાલનપુરના પૂર્વ ધારાસભ્યએ ગંભીર આરોપો લગાવ્યા છે. ગેનીબેન ઠાકોર દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે.

ગુજરાત માટે ભાજપ પાંચ લાખની લીડ સાથે દરેક બેઠક પર જીત હાંસલ કરશે તેવો લક્ષ્ય રાખ્યો છે. આ લક્ષ્યને પાર કરવા માટે ભાજપનું સંગઠન કામ કરશે. પેજ પ્રમુખ તેમજ સમિતીને આને લઈ જવાબદારી સોંપવામાં આવી છે.

અનેક ઉદાહરણો આપણે જોયા હશે જેમાં માણસો આપણી સામે કંઈ અલગ હોય છે અને બીજાની સામે કંઈ અલગ હોય છે.. પારકી પંચાતમાં અનેક લોકો પોતાની જીંદગીને વેડફી નાખે છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે બેફામસાહેબની રચના

એક વીડિયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાના કાર્યક્રમમાં એક યુવાન સ્ટેજ પર ચઢી જાય છે અને સાંસદને સવાલો કરે છે.. કામ અંગે તેમને સવાલ કરે છે. મનસુખ વસાવાએ પ્રશ્નોના જવાબ તો ના આપ્યા પરંતુ તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા.