ન્યું એજ ટેકનોલોજી કંપનીઓના શેરોના IPOમાં રૂ.1476 અબજની મૂડીનું ધોવાણ


  • Published By :
  • Published Date : 2022-11-18 19:17:01


ભારતીય શેરબજારો છેલ્લા 16 મહિનામાં નવી વિક્રમી ઊંચાઈએ બંધ આવ્યા છે. જો કે વાસ્તવમાં રોકાણકારોને ઘણી કંપનીઓના શેરોમાં પોતાની મોટી મૂડી ગુમાવવાનો પણ કડવો અનુભવ થયો છે. આ પૈકી ખાસ પાંચ સૌથી ખ્યાતનામ થયેલી ન્યું એજ ટેકનોલોજી કંપનીઓના શેરોના આઈપીઓ-ઈનિશિયલ પબ્લિક ઓફરીંગમાં રોકાણકારોની મહામૂલી રૂ.1476 અબજની(18 અબજ ડોલરની ) મૂડીનું ધોવાણ થઈ ગયું છે. 


નામ બડે દર્શન છોટે


ટેકનોલોજી કંપનીઓના વેલ્યુએશન બાબતે અનેક સવાલ ઊઠયા સાથે આ કંપનીઓને વૈશ્વિક વ્યાજ દરોમાં વધારાના કારણે ડહોળાયેલા સેન્ટીમેન્ટનો પણ માર પડયો છે. પેમેન્ટ કંપની પેટીએમ-વન 97 કોમ્યુનિકેશન્સ લિમિટેડના આઈપીઓમાં શેરો મેળવનાર રોકાણકારોને આ પાંચ કંપનીઓમાં સૌથી મોટું નુકશાન થયું છે. જ્યારે અન્ય કંપનીઓમાં ડિલિવરી સ્ટાર્ટઅપ ઝોમાટો, બ્યુટી ઈ-રીટેલર નાયકા, લોજિસ્ટિક કંપની ડેલહિવરી તેમ જ ઓનલાઈન ઈન્સ્યોરન્સ કંપની પોલીસીબઝારમાં પણ રોકાણકારોને મોટો માર પડયો છે.


સંસ્થાકીય રોકાણકારોને પણ ભારે ખોટ


આ કંપનીઓમાં રીટેલ રોકાણકારોએ હાથ દઝાડયા બાદ હવે IPO પૂર્વે આ કંપનીઓના શેરોમાં મોટું રોકાણ કરનારા સંસ્થાકીય રોકાણકારો પણ લોક-ઈન સમયગાળો પૂરો થતાંની સાથે ખોટ તો ખોટમાં પોતાનું હોલ્ડિંગ વેચીને રહી સહી મૂડી ઘરભેગી કરવા લાગ્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે