શક્તિપીઠ અંબાજીના IPS Safin Hasanએ કર્યા દર્શન, અંબાજી ધામ માટે કહી આ વાત, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-12-16 18:11:10

સફીન હસન એક એવા આઈપીએસ ઓફિસર જે અનેક યુવાનાના ઈન્સપીરેશન છે. સોશિયલ મીડિયા પર તેમના અનેક વીડિયો વાયરલ થયા છે જેમાં તે યુવાનોને પ્રોત્સાહિત કરતા હોય છે. ગીતાની વાતો કરતા હોય તેવા વીડિયો છે. આઈપીએસ હસનની સાદગી અનેક વખત દેખાતી હોય છે. ત્યારે ફરી એક વખત સફીન હસનની સાદગી જોવા મળી છે. શક્તિપીઠ અંબાજીમાં તેમણે પરિવાર સાથે સામાન્ય માણસની જેમ દર્શન કર્યા હતા.

     


પરિવાર સાથે અંબાજી માતાના કર્યા દર્શન  

શક્તિપીઠ અંબાજીના  જે શક્તિ, ભક્તિ અને આસ્થાનું પ્રતીક છે. મા સમક્ષ શીશ ઝુકાવવા માટે ઘણા બધા નેતાઓ અભિનેતાઓ અને vip આવતા હોય છે અને એટલે એની ચર્ચા પણ થતી હોય છે પણ આજે અંબાજીની ચર્ચા એટલે થઈ રહી છે કારણ કે સૌથી નાની ઉંમરના આઈપીએસ સફિન હસન આજે અંબા માના દર્શન કરવા શક્તિપીઠ અંબાજી પહોંચ્યા હતા.



ભાવનગર ખાતે થયું હતું તેમનું પ્રથમ પોસ્ટિંગ 

અંબાજી મંદિરમાં તેમને માતાજીના દર્શન સામાન્ય ભક્તની જેમ કર્યા. એ ખૂબ મોટી વાત છે કારણ કે અમુક વાર તમે કોઈ હોદ્દા પર હોવ તો તમે વીવીઆઈપી કે વીઆઈપી ટ્રીટમેન્ટ મળતી હોય છે પણ સફિન હસને સામાન્ય માણસની જેમ ત્યાં દર્શન કર્યા. મંદિરના પૂજારીએ તેમને તિલક કર્યું તેમને માથું નીચે કરી અને તિલક પણ કર્યું પ્રસાદ ગ્રહણ કર્યો અને જ્યારે દર્શન પૂરા થયા ત્યારે એમને જે વાત કહી એ ખૂબ સુંદર હતી. તેમણે કહ્યું કે હું ત્રણ વર્ષ પહેલા જ્યારે મારું ભાવનગર ખાતે પ્રથમ પોસ્ટિંગ થયું ત્યારે અંબા માના દર્શન કરીને ગયો હતો અને પછી ત્રણ વર્ષ બાદ આજે માતાજીના દર્શન કરવા આવ્યો છું. આ દર્શન મને નવી ઉર્જા આપશે દેશનો વિકાસ થાય તેવી પ્રાર્થના અમે માતાજીને કરી છે. 

સોશિયલ મીડિયા પર તેમના અનેક વીડિયો થયા છે વાયરલ

સફીન હસને નામ તો પોતાના મોટીવેશનલ વીડિયોઝ અને સૌથી નાના આઇપીએસ હોવાને કારણે ચર્ચામાં રહેતા હોય છે. તે મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની છે અને દેશના સૌથી નાની ઉંમરના આઇપીએસ અધિકારી છે. એટલે લોકોને ઘણી બધી વાર ઘણા બધા સુંદર સંદેશ આપતા હોય છે સફીન હસન એ સાબિત કરે છે કે જો તમારા મનમાં ભગવાન, માતાજી પ્રતી આસ્થા હોય તો પછી કોઈપણ રેખાઓ તમને નડતી નથી. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.