"ભારત યુદ્ધ જેવા કપરા સમયમાં વિશ્વાસુ સાથી છે."


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-03-25 21:17:57

ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ એક મહત્વનું નિવેદન ભારત માટે આપ્યું છે. જેમાં ઈરાને ભારતની ભૂમિકાની પ્રશંસા કરી છે. તો બીજી તરફ , ઈરાન દ્વારા બેલિસ્ટિક મિસાઇલોનો ૮૦મોં રાઉન્ડ ઇઝરાયેલ તરફ છોડવામાં આવ્યો છે. સામે ખાડી દેશોમાં કુવૈત એ પહેલો દેશ છે જેણે ઈરાન પર હુમલો કરી દીધો છે. કુવૈત દ્વારા સંભવિત પરમાણુ યુદ્ધની તૈયારીના ભાગરૂપે પોતાના નાગરિકો માટે એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે .જેનાથી ઈરાન યુદ્ધ ભયાનકતાની નવી ચરમસીમાએ પહોંચી ચૂક્યું છે. 

EU's designation of IRGC a 'strategic miscalculation', says Iranian  Ambassador to India

યુદ્ધ હંમેશા એક એવા ધ્રુવીકૃત એટલેકે , પોલરાઇઝ્ડ વિશ્વનું નિર્માણ કરે છે જેમાં , કોઈ દેશ બીજા દેશની તરફેણ  સહેલાઇથી નથી કરી શકતો. તાજેતરમાં ઈરાન યુદ્ધમાં આપણે જોયું કે , સ્ટ્રેઇટ ઓફ હોર્મુઝને ખોલવા માટે , અમેરિકા દ્વારા NATO દેશોનો સાથ માંગવામાં આવ્યો હતો પરંતુ , NATO દેશો ઈરાન યુદ્ધમાં ઝંપલાવવા તૈયાર નથી. વાત કરીએ , ભારતની , ભારતે આઝાદીના શરૂઆતના વર્ષોમાં નહેરુ યુગમાં બિનજોડાણવાદી નીતિ એટલેકે , નોન અલાયનમેન્ટનું પાલન કરતો આવ્યો છે , વર્તમાન મોદી યુગમાં તે મલ્ટીઅલાયનમેન્ટનું પાલન કરતો આવ્યો છે. જેનાથી ભારત રશિયા - યુક્રેન યુદ્ધ હોય કે પછી વર્તમાન ઈરાન યુદ્ધ હોય તેણે તેની તટસ્થ નીતિનો પરિચય સમગ્ર દુનિયાને આપી દીધો છે. આજ કારણ છે કે , ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ ખુબ મહત્વનું નિવેદન ભારત માટે આપ્યું છે. મોહમ્મદ ફતહાલીએ કહ્યું છે કે, " ભારત પાસે યુદ્ધ અટકાવવાની અદભુત ક્ષમતા રહેલી છે. ભારત હંમેશાથી બેલેન્સ્ડ વિદેશનીતિનું પાલન કરતુ આવ્યું છે. ભારત આ યુદ્ધ જેવા કપરા સમયમાં એક વિશ્વાસુ સાથી છે. ભારતે બધા સાથે તેના ઐતિહાસિક અને રણનૈતિક સબંધો રાખેલા છે." ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાર્તાલાપની તમામ ખબરોને નકારી દીધી છે. 

Iran launches 'hundreds' of missiles at Israel following attack | CNN

 ઈરાન દ્વારા આ ખાડી દેશો ઓમાન , બહેરીન , કતાર , કુવૈત , સાઉદી અરેબિયા સાથે એક પ્રકારનું "ઇકોનોમિક વોરફેર'' છેડી દેવામાં આવ્યું છે. વાત કરીએ , કુવૈતની તો , કુવૈત એ પહેલો ખાડી દેશ છે જેણે ઈરાન પર મિસાઇલો વડે હુમલો કરી દીધો છે. આ ઉપરાંત , કુવૈત દ્વારા પોતાના દેશના નાગરિકો માટે ન્યુક્લિયર સેફટી એડવાઈઝરી બહાર પાડી છે. જેમાં તેમના સૈન્ય અધિકારીઓ દ્વારા પરમાણુ રેડિએશનથી બચવા  લોકોને બારીઓ બંધ રાખવા અને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી છે. બીજી તરફ , એ પણ ખબરો સામે આવી રહી છે કે , ઈરાન દ્વારા અમેરિકા સમક્ષ માંગણી કરવામાં આવી છે કે , તે ખાડી દેશોમાં આવેલા તમામ અમેરિકન લશ્કરી થાણાઓને બંધ કરવા માંગે છે. આ ઉપરાંત , ઇઝરાયેલ હેઝબોલાહની સામે અભિયાન બંધ કરી દે. એક એવી વ્યવસ્થા બનાવવામાં આવે જેમાં તે સ્ટ્રેઇટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા તમામ જહાજો પાસેથી એક ટોલ ઉઘરાવી શકે.  IRGC સ્ટ્રેઇટ ઓફ હોર્મુઝમાંથી ચાઈનીઝ કરન્સી યુઆન અને ક્રીપ્ટોકરંસીમાં જહાજો પાસેથી ટોલ ઉઘરાવી રહ્યું છે. અમેરિકાને આ વાતેય પેટમાં તેલ રેડાયું છે.  જોવાનું એ રહે છે કે અમેરિકા ઈરાનની આ વાત સાથે સહેમત થાય છે કે કેમ? તે તેઓ ભવિષ્યના ગર્ભમાં છે. અપેક્ષા રાખીએ કે , વિનાશકારી યુદ્ધ અટકી જાય.




૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.