કતારમાંથી ભારતીય મરીનની મુક્તી પાછળ LNG ડીલ નહીં પણ શાહરુખ ખાન છે જવાબદાર? જાણો ઈનસાઈડ સ્ટોરી


  • Published By :
  • Published Date : 2024-02-13 16:32:09

ભારતીય જનતા પાર્ટી (BJP)ના અગ્રણી નેતા સુબ્રમણ્યમ સ્વામી હંમેશા પોતાની પાર્ટી વિશે નિવેદન આપીને હેડલાઇન્સમાં રહે છે. લોકસભાની ચૂંટણી થવાની છે અને તેના પહેલા પીએમ મોદી જે કરી રહ્યા છે તેના પર  સુબ્રમણ્યમ સ્વામી પાણી ફેરવી રહ્યા છે. તાજેતરમાં કતારથી ભારત પરત આવેલા 8 ભૂતપૂર્વ નેવી સૈનિકોને કારણે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે. ભારતીય નૌકાદળના આ ભૂતપૂર્વ સૈનિકોને કતારમાં મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી પરંતુ ભારત સરકારની કૂટનીતિ અને રાજદ્વારી સંબંધોના કારણે આપણા ભૂતપૂર્વ 8 નેવી સૈનિકો તેમના દેશમાં પાછા ફરી શક્યા છે. કતારથી પરત ફરેલા સૈનિકોને જોઈને તેમનો આખો પરિવાર ખુશ છે અને મોદી સરકારના વખાણ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામી આ સમગ્ર કામનો શ્રેય પીએમ મોદીને નહીં પરંતુ અન્ય કોઈને આપી રહ્યા છે.


નેવી અધિકારીઓની વાપસીનો શ્રેય શાહરૂખ ખાનને 


ભાજપના સિનિયર નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ ટ્વીટ કરી PM મોદી પર કટાક્ષ કર્યો અને કતારથી 8 નેવી અધિકારીઓની વાપસીનો શ્રેય બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને આપ્યો હતો. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કર્યું કે પીએમ મોદી તેમની કતાર કૂટનીતિમાં કંઈ હાંસલ કરી શક્યા નથી. શાહરૂખ ખાને નેવીના ભૂતપૂર્વ સૈનિકોની વાપસીની વાત કરી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું - પીએમ મોદીએ સિનેમા સ્ટાર શાહરૂખ ખાનને પોતાની સાથે કતાર લઈ જવો જોઈએ કારણ કે વિદેશ મંત્રાલય અને NSA કતારના શેખને મનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. આખરે પીએમ મોદીએ શાહરૂખ ખાનને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી. આપણા નેવી અધિકારીઓને મુક્ત કરાવવા માટે કેન્દ્ર સરકારે તો કતારના શેખ સાથે LNG માટે મોંઘો સોદો કર્યો હતો.



સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે મરીઝ સાહેબની રચના કિનારે કિનારે..

અમદાવાદથી નકલી જજ ઝડપાયા છે... ના માત્ર જજ પરંતુ નકલી કોર્ટ ઝડપાઈ છે... વાત સાંભળીને નવાઈ લાગીને કેવી રીતે આવું બને પરંતુ આવું બન્યું છે.... નકલી જજ અને નકલી કોર્ટ ઝડપાઈ છે...

22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...