ISRO એ Vikram Landerની 3D તસવીર શેર કરી, તમને ચંદ્ર પર ચાલવાનો અહેસાસ કરાવશે


  • Published By :
  • Published Date : 2023-09-05 22:00:11

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરની 3D તસવીર જાહેર કરી છે. તે સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે તેને જોવાની અસલી મજા 3D ચશ્મા દ્વારા આવશે. તે પણ રેડ અને સાયન 3D ચશ્માથી. વાસ્તવમાં, આ તસવીર પ્રજ્ઞાન રોવરે થોડા દિવસો પહેલા લેન્ડરથી 15 મીટર એટલે કે લગભગ 40 ફૂટના અંતરેથી ક્લિક કરી હતી.


NavCam દ્વારા લેવામાં આવી તસવીર


ISRO એ વિક્રમ લેન્ડરની આસપાસની સપાટીના ડાયમેન્શનને સ્ટીરિયો અને મલ્ટી-વ્યુ ઈમેજના સ્વરૂપમાં જારી કરી છે. ઈસરો તેને એનાગ્લિફ (Anaglyph) કહે છે. આ ફોટો પ્રજ્ઞાન રોવરના NavCam દ્વારા લેવામાં આવ્યો છે. જે બાદમાં નવકેમ સ્ટીરિયોમાં બદલવામાં આવ્યો.


ચંદ્ર પર હોય તેવી અનુભુતી કરાવે છે તસવીર


આ 3-ચેનલની તસવીર છે. તે વાસ્તવમાં બે ફોટાનું સંયોજન છે. એક તસવીર રેડ ચેનલ પર હતી. બીજી બ્લૂ અને ગ્રીન ચેનલ પર હતી. બંનેને મિક્સ કરીને આ તસવીર સામે આવી છે. જેના કારણે તસવીરને જોનારા દર્શકો વિક્રમ લેન્ડરને 3Dમાં જોશે. એટલે કે, તમને એવું લાગશે કે તમે ચંદ્ર પર ઉભા રહીને વિક્રમને જોઈ રહ્યા છો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.