રાજ્યમાં શિક્ષણની કફોડી સ્થિતિ અંગે ઇસુદાન ગઢવીના સરકાર પર આકરા પ્રહાર, રાજ્ય સરકાર પર લગાવ્યા આ ગંભીર આરોપ


  • Published By :
  • Published Date : 2023-06-26 16:04:56

રાજ્યના છોટા ઉદેપુર જિલ્લામાં શિક્ષણની સ્થિતીને અંગે IAS ડૉ. ધવલ પટેલના રિપોર્ટથી રાજકારણ ગરમાયું છે.જમાવટે સૌપ્રથમ વખત ગઈ કાલે ડૉ. ધવલ પટેલના આ રિપોર્ટ અંગે વીડિયોના માધ્યમથી સત્ય રજુ કરતા રાજ્યના વહીવટી તંત્રમાં હાહાકાર મચી ગયો છે.  હવે આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ ટ્વિટ કરી રાજ્ય સરકાર પર સવાલોનો મારો ચલાવ્યો છે. તેમણે કહ્યું, એક IAS ઓફિસરે પત્રમાં સ્પષ્ટપણે લખ્યું છે કે, છોટાઉદેપુર અને સમગ્ર આદિવાસી વિસ્તારોમાં સરકારી શાળાઓમાં ભણતરની સ્થિતી ખૂબ જ દયનીય છે. ગુજરાતમાં અન્ય વિસ્તારોમાં પણ સરકારી શાળાઓ પણ બદત સ્થિતિમાં છે. જ્યાં સુધી ગુજરાતમાં ભાજપની સરકાર હશે, ત્યાં સુધી શિક્ષણની આવી સ્થિતિ આવી જ રહેશે.


પ્રાથમિક શાળાઓમાં ભણતરની સ્થિતી દયનીય


આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ બાબત પર વાત કરતા જણાવ્યું કે, "એક IAS ઓફિસરે હિંમત કરીને એક પત્ર લખ્યો છે. એમાં સ્પષ્ટપણે કહ્યું છે કે, છોટાઉદેપુરની પ્રાથમિક શાળાઓમાં ભણતરની સ્થિતી ખૂબ જ દયનીય છે. આદિવાસી સમાજના બાળકોને આપણે શું આપી રહ્યા છીએ? આદિવાસી સમાજના બાળકો સાથે અન્યાય થઈ રહ્યો છે. મારે એક વાત એમ પણ જોડવી છે કે ફક્ત છોટાઉદેપુરમાં જ નહીં પરંતુ આખા આદિવાસી વિસ્તારમાં આવી જ સ્થિતિ છે. આખા આદિવાસી વિસ્તારમાં કોઈ શાળા સારી નથી. 


આદિવાસી સમાજ વિરુદ્ધ ભાજપે ષડયંત્ર?


ઈસુદાન ગઢવીએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે આદિવાસી સમાજના બાળકો ભણે નહીં તો કાયમી મજૂર રહે તે માટે આદિવાસી સમાજ વિરુદ્ધ ભાજપે ષડયંત્ર રચ્યું છે  શિક્ષણની સ્થિતી અંગે તેમણે ભાજપના 28 વર્ષના શાસનને જવાબદાર ઠરાવ્યું હતું. ભાજપની સરકાર છે અને ભાજપની સરકારમાં આદિવાસી સમાજના મંત્રીઓ પણ છે. મંત્રીઓ કદાચ માલામાલ થઈ ગયા હશે, પરંતુ આદિવાસી સમાજના દીકરાઓ અને દીકરીઓ કાયમી અભણ રહે છે, એટલા માટે તેઓ મજૂરી કરે છે. આમ જોવા જઈએ તો આખા ગુજરાતમાં સરકારી શાળાઓની સ્થિતિ આવી જ છે. પ્રાઇવેટ શાળાઓને પ્રોત્સાહન આપવા માટે અને ઘણા ભાજપના નેતાઓની પ્રાઇવેટ શાળાઓમાં વધારે ફી આપીને લોકો પોતાના બાળકોને ભણાવવામાં મજબૂર થાય તે માટેનું ષડયંત્ર મને લાગી રહ્યું છે. એના કારણે સરકારી શાળાઓમાં શિક્ષકોની ખૂબ જ ઘટ્ટ છે અને શિક્ષકોની ભરતી જ નથી કરવામાં આવતી. મોટાભાગની શિક્ષણ વ્યવસ્થા કથડેલી છે. 


પ્રાઇવેટ શાળાઓને પ્રોત્સાહન


આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જનતાને પણ સવાલ કરતા કહ્યું કે "હું જનતાને કહેવા માંગીશ કે કદાચ તમે ભાજપના કાર્યકર્તા હશો અથવા તો તમારા ઘરે ભાજપના નેતાઓ વોટ માંગવા આવશે, વિધાનસભામાં તમે 156 સીટો ભાજપને આપી, આટલા બધા પેપર ફૂટ્યા, શિક્ષણ વ્યવસ્થા તળિયે કરી દીધી અને ફી પણ મોંઘી કરી દીધી અને ત્યારબાદ પણ ગુજરાતની જનતાએ ભાજપને 156 સીટો આપી. એટલા માટે એ લોકોને લાગી રહ્યું છે કે જેટલી સરકારી શાળાઓને બંધ કરીને પ્રાઇવેટ શાળાઓને પ્રોત્સાહન આપીશું અને જેટલું લૂંટીશું એમ વધારે સીટો મળે છે."


શિક્ષકોની ભરતી કરો અને સારી શાળાઓ તૈયાર કરો


ઈસુદાન ગઢવીએ સરકારને વિનંતી કરતા કહ્યું કે "ગુજરાત સરકારને અને શિક્ષણ મંત્રીને કે તાત્કાલિક શિક્ષકોની ભરતી કરો અને તાત્કાલિક સારી શાળાઓ તૈયાર કરો. અને ગુજરાતની જનતાને મારી એટલી જ અપીલ છે કે જ્યાં સુધી ગુજરાતમાં ભાજપની સરકાર હશે, ત્યાં સુધી આવી સ્થિતિ બની રહેશે અને એનાથી પણ બદતર સ્થિતિ થશે અને ભાવી પેઢી અંધકારમય થઈ જશે. જો એક ઘરનો એક વ્યક્તિ પીએસઆઇ, એસપી કે કલેક્ટર બની જશે, તો આખો પરિવાર અને સમાજ ગર્વ કરશે અને તેના પાટે ચડશે. એટલા માટે બાળકોને અભણ રાખવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. તો આનાથી આપણે કેટલાય વર્ષો પાછળ જતા રહીશું. માટે આજે આપણે સૌએ જાગવાની જરૂરત છે."



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.