ઇસુદાન ગઢવીએ કર્યા C.R.પાટિલ પર પ્રહાર !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 15:12:39

સુરતમાં રત્ન કલાકારો આપનો પ્રચાર કરવા પર નોકરીથી કાઢી મૂકવાની ધમકી આપનાર ઉધ્યોગપતિનું કાલે સી આર.પાટિલના હાથે ભાજપમાં પ્રવેશ કારયો. જેને લઈને AAPના નેતા ઇસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી સાથે પાટિલ પર પ્રહાર કર્યા.

ઈસુદાન ગઢવીએ કહ્યું કે, હિરા ઉદ્યોગ વેપારીનો વીડિયો વાઈરલ થયો હતો. જેમાં વેપારી કારીગરોને ધમકી આપતો હતો કે તમે જો ફોનમાં કેજરીવાલનું સ્ટેટસ રાખશો તો હું તમને છૂટા કરી દઈશ. હિરા કર્મચારીઓ માંડ તેમનું ઘર ચલાવતા હોય ત્યારે હિરા વેપારીએ આવી ધમકી આવી અને ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલે ટ્વીટ કરીને સન્માન કર્યાનું જણાવ્યું ત્યારે ગુજરાતના ગરીબ, વંચિતોમાં નિરાશા ફેલાઈ ગઈ. આપણા દેશમાં લોકતંત્રમાં કોને મત આપવો, કોની વિચારધારા રાખવી તેની સ્વતંત્રતા છે. લોકતંત્રમાં નોકરીથી કાઢવાની વાત કરી એટલે પાટીલને મજા આવી.

 

વિજય નાયરની ધરપકડ પર પ્રતિક્રિયા

ઇસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે કેજરીવાલ પર વિશ્વાસ વધી રહ્યો છે, એનાથી ડરીને ગુજરાતમાં કેજરીવાલ ડિસ્ટર્બ થાય. તેના માટે કેજરીવાલના એક સામાન્ય કાર્યકર વિજય નાયરની CBI ધરપકડ કરી છે. સ્ટ્રેટર્જી પ્લાનિંગમાં વિજય નાયરે પંજાબમાં ચૂંટણી જીતાડી ગુજરાતમાં પણ વિજય નાયર સ્ટ્રેટર્જી પ્લાનર હતા લિકર પોલિસી સાથે તેમનું કંઈ લેવા દેવા નથી. તે કોઈ પોસ્ટ પર પણ નથી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે