AAPના ધારાસભ્ય Chaitar Vasavaના પત્નીની ધરપકડ બાદ બગડી તબિયત, Isudan Gadhviએ લીધી મુલાકાત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-08 13:12:09

થોડા દિવસો પહેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી. જ્યારથી ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારથી ચૈતર વસાવા ફરાર છે. ચૈતર વસાવાની ધરપકડ કરવા માટે પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. ચૈતર વસાવા તો ફરાર છે પરંતુ તેમની પત્નીની પોલીસે ધરપકડ કરી લીધી છે. ચૈતર વસાવા મામલે રોજે નવી અપડેટ આવી રહી છે. ત્યારે આજે અપડેટ આવ્યા કે જે પત્નીની ધરપકડ કરવામાં આવી છે તેમની તબિયત લથડી છે અને હોસ્પિટલ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેતા શકુંતલા વસાવાની તબિયત બગડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને તેમની ખબર અંતર પૂછવા માટે ઈસુદાન ગઢવી હોસ્પિટલ પહોંચ્યા હતા. 

ચૈતર વસાવાના પત્નીની બગડી તબિયત 

ચૈતર વસાવા વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ તેમની ધરપકડ કરવા માટે તેમની શોધખોળ કરી રહી છે કારણ કે જ્યારથી તેમના વિરૂદ્ધ કેસ દાખલ થયો છે ત્યારથી તે ફરાર છે. ચૈતર વસાવાની ધરપકડ તો નથી થઈ પરંતુ તેમના પત્નીની ધરપકડ પોલીસે કરી લીધી હતી. આ કેસમાં રોજે નવા નવા અપડેટ સામે આવી રહ્યા છે. ડેડિયાપાડા યુવરાજસિંહ જઈ રહ્યા હતા ત્યારે તેમને રોકી દેવામાં આવ્યા હતા. ત્યારે આજે આ મામલે નવી અપડેટ સામે આવી છે જેમાં તેમના પત્ની જે પોલીસ કસ્ટડીમાં હતા તેમની તબિયત લથડી છે. તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઈસુદાન ગઢવીએ હોસ્પિટલમાં દાખલ થયેલા શકુંતલા વસાવાની મુલાકાત લીધી હતી. 


અલગ અલગ જગ્યાઓ પર આપના કાર્યકર્તાઓએ નોંધાવ્યો વિરોધ   

એક બાજુ ચૈતર વસાવાની પત્નીની તબિયત લથડી તો આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી રાજપીપળા સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા. ત્યાં તેમણે ફરી એકવાર કહ્યું કે ટાઇગર અભી ડરા નહીં. એટલું જ નહીં ચૈતર વસાવા પર થયેલો કેસ પાછો ખેચવા રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં આમ આદમી પાર્ટી વિરોધ કરી રહી હતી. ગઈકાલે બનાસકાંઠાના અમીરગઢમાં પણ આપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને મામલતદારને આવેદન પત્ર સોંપવામાં આવ્યો હતો.  હવે આ મુદ્દો દિન પ્રતિદિન ઉગ્ર બનતો જઈ રહ્યો છે.      



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.