AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રવીણ રામને મેંદરડા પોલીસે પાઠવ્યું સમન્સ, સમગ્ર મામલો શું છે, જાણો


  • Published By :
  • Published Date : 2023-06-09 18:42:00

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ખરાબ દિવસો ચાલી રહ્યા છે. પાર્ટીના નેતાઓ, પદાધિકારીઓ અને કાર્યકરો પક્ષનો સાથ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. આપના ગુજરાત એકમના ટોચના નેતાઓ સામે એક યા બીજી રીતે કાનુની કાર્યવાહીઓ ચાલી રહી છે. જો  કે હવે તેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ઉપપ્રમુખ પ્રવીણ રામનો સમાવેશ થયો છે.  ઈસુદાન ગઢવી અને પ્રવીણ રામને મેંદરડા પોલીસે સમન્સ પાઠવ્યું છે.

 

જનસંવેદના સભા બદલ સમન્સ


આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી અને ઉપપ્રમુખ પ્રવીણ રામની મુશ્કેલી વધી છે. આપ ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવી અને ઉપપ્રમુખ પ્રવીણ રામને મેંદરડા પોલીસે સમન્સ પાઠવ્યું છે. 2જી જુલાઈ 2021ના રોજ યોજેલી જનસંવેદના સભા બદલ સમન્સ પાઠવવામાં આવ્યું છે. તાલાલા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અંગે હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યું છે. બંને વિરુદ્ધ આઈપીસી કલમ269,188 હેઠળ ફરિયાદ નોંધાઇ છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ 51(બી) અને જી.પી એક્ટ કલમ 135(3) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.


અત્રે ઉલ્લેખનિય છે કે ડિસેમ્બર 2022માં ગુજરાત વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત રાજ્યમાં  ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આમ આદમી પાર્ટીના પાંચ ઉમેદવારો જીત્યા હતા. આપના દિગ્ગજ નેતાઓ ઈસુદાન ગઢવી, અલ્પેશ કથીરિયા, ગોપાલ ઈટાલિયાની હાર થઈ હતી.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે