પ્રજાના પ્રશ્નો મુદ્દે બોલવુ તો છે પણ ભાજપમાં હોદ્દો છે એટલે ચુપ રહેવુ પડે છે શું આ હકીકત છે? જુઓ અંદરની વાતો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-03 13:24:19

સોશિયલ મીડિયા તમે જ્યારે ખોલશો તો તમને તૂટેલા રસ્તા. તૂટેલા બ્રિજ જ દેખાશે.. માત્ર વિસ્તારો બદલાય છે પરંતુ બ્રિજ તૂટવાની પરિસ્થિતિ નથી બદલાતી.  ગુજરાતમાં એવું કોઈ શહેર કે નગર નથી બચ્યું જ્યાં રોડ પર ખાડા ન હોય. ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવું માથાનો દુઃખાવો બની ગયું છે. જે અંતર કાપતા અડધો કલાક લાગે ત્યાં હાલ બેથી ત્રણ કલાકનો સમય લાગી રહ્યો છે..કારણ છે ખાડામાં ગુજરાત...હા, એટલા ખાડા કે વાહનો દોડી નથી શક્તા. આવુ અમે રોજ કહી છીએ અને એવું પુછીએ છીએ કે આ પ્રજાના પ્રતિનિધીઓને ખબર નહીં પડતી હોય... દેખાતુ નહીં હોય.. ચિંતા નહીં થતી હોય... તો જવાબ મળ્યો આજે ખબર બધાને છે દરેક હોદ્દેદારને છે પણ ડર છે એમને કે બોલશે તો હકાલપટ્ટી થઈ જશે તો?

વરસાદે મોટા મોટા દાવાઓની પોલ ખોલી! 

વરસાદે તો વિરામ લીધો અને ફરી પાછો શરુ પણ થઈ ગયો... પણ દરેક વરસાદ સરકારના મોટા મોટા દાવાઓની પોલ ખોલે છે...ગુજરાતનું કોઈ શહેર કે ગામ નથી બચ્યું  જ્યાં રોડ પર ખાડા ન હોય. ગુજરાતમાં ખાડાઓએ જે સામ્રાજ્ય જમાવ્યું છે તેનાથી પ્રજા પરેશાન છે. પણ તંત્રને તેની જરા પણ ચિંતા નથી. રાજ્યના કોઈપણ શહેરના કોઈપણ રોડ પર જાવ ત્યાં  તમને ચંદ્રની સપાટી જોવા મળશે... રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, દ્વારકા કોઈપણ વિસ્તારમાં એટલા મોટા ખાડા હશે કે વાહનો ડાન્સ કરતા હશે અને તેના પર બેઠેલા લોકોના મણકા ચીંસો પાડતા હશે... બિસ્માર રસ્તો કાપતા હવે તો કલાકો નીકળી જાય છે.... અમને એવું થાય કે, એક પણ અધિકારી કે વિભાગને આ ખાડાની જરા પણ ચિંતા નથી.



ભ્રષ્ટાચારની બધાને ખબર છે પણ કોઈ બોલતું નથી!

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ જેનાથી ખબર પડી કે ચિંતા તો છે પણ સૌથી મોટી વાત ડર છે... જો બોલે તો નેતાઓ કોર્પોરેટરો, કાર્યકરો ગ્રુપમાં અંદરોઅંદર છુપો આક્રોશ વ્યક્ત કરે.. કેમ કે જાહેરમાં બોલ્યા તો મરાઈ ગયા.... ભયંકર ખાડા, બદ્દતર રસ્તા અને તેમાં ચાલતા ભ્રષ્ટાચારની બધાને ખબર છે પણ જાહેરમાં સ્વીકારતા ડર લાગે છે એટલે અંદરોઅંદર રોષ ઠાલવી દે. જાહેરમાં બોલે તો ફાયર થઈ જાય.... 



બે પોસ્ટ સામે આવી છે જેમાં....

સુરતમાં ભાજપના વોર્ડ ગ્રુપમાં કાર્યકરો અંદરોઅંદર આક્રોશ ઠાલવી રહ્યાં છે. બે પોસ્ટ સામે આવી જેમાંથી એકમાં લખ્યું છે કે, ચુંટણી એટલે જ ચરણમાં થાય છે... પહેલા નેતાઓ તમારા ચરણે અને પછી તમે એટલે કે જનતા તેમના ચરણે... તો બીજો કાર્યકર લખી રહ્યો છે કે,આપણને ગધેડા સમજે છે, કામ કરે એને વોટ આપજો.... તો એ જ ગ્રુપમાં કોઈએ ફોટા પણ મુક્યા છે જ્યાં ભયંકર ખાડા પડ્યા છે.. નીચે એનું લોકેશન પણ લખ્યું છે કે, આ બધા ફોટા એલપી સવાણી સ્કૂલથી વિરસાવરકર સર્કલ સુધીના છે... 



સત્તા મેળવવા ચૂપ રહેવું પડે છે? 

આ પ્રજાલક્ષી પ્રશ્નો છે પણ જાહેરમાં ચર્ચા કોણ કરે... બીજો એક ફોટો એમની ચેટનો આવ્યો જેમાં લખ્યું છે કે, વોર્ડ સંગઠનની ટીમ ક્યાં છે. માત્ર ચૂંટણીમાં પ્રજા પાસે વોટ માંગવા જ જવાનું અમારે આ બાબતે કેમ કોઈ બહાર નથી આવતું... કોઈ ચું કે ચા કેમ નથી કરતું... અને એ પોસ્ટના નીચે એક સરસ મજાનું સિમ્બોલ છે જે દર્શાવે છે મૌન રહેવાનું... અર્થાત બોલશો તો હક્કાલપટ્ટી પાકી.. જો સત્તા જોઈતી હોય તો ચુપ રહેવું પડે... પણ અમે તો કહીએ છીએ કે એક વખત બધાએ હિંમત કરીને કોર્પોરેટર, ધારાસભ્યો, સાંસદો પાસે જવુ જોઈએ. આ હાલત તો બધા શહેરોની છે. જાગી જાવ હજૂ. બદલાવ આવે કે ન આવે પણ જનતા તરીકે સારુ લાગશે.... ક્યાં સુધી ચુપ રહેશો... 




નાગરિકો ક્યાં સુધી ચૂર રહેશે?

શું આપણને એ પણ ખબર નથી ? કે આપણે ખુદ આપણા પગ પર જ કુહાડો મારીએ છીએ !!શું પીંજરા સાથે પક્ષી નો એટલો બધો લગાવ કે તાદાત્મ્ય સધાય ગયેલ છે કે એ પક્ષીને ખુલ્લા આકાશમાં ઉડાડી દેવા છતાં તે ફરીથી પીંજરામાં પુરાઈ જવા વારંવાર પરત આવે છે ? પિંજરામાં રહેતો માણસ હવે  પીંજરામાં જીવવા એક્સપર્ટ બની ગયો. એના વખાણ-સન્માન- કદર પણ પિંજરામાં રહેવાના  અનુભવી લોકો જ કરશે. પીએચડી ની પદવીઓ પણ આપશે.. કોણ આપશે ? પિંજરા વાસીઓ જ આપશે . આવા સન્માન થી હવે તે જીવ કદી પિંજરું છોડશે નહિ.. એ નારા લગાવશે કે ગર્વસે કહો હમ ગોલ્ડન પિંજરે મૈં હૈ !!..પણ હવે એડજસ્ટ થવાનું છોડી દો... સોનાનું કે રુપાનુ.. પિંજરું તે પિંજરું.. ભલે હિરલે જડેલ.. ભલે મોતી થી મઢેલ .. પણ ઈ.. પિંજરું તે પિંજરું..... સુધરવાની ઉત્ક્રાંતિ અને અલ્ટીમેટ ફ્રીડમ નું સત્ય જાણવાની તક માત્ર મનુષ્ય જીવનમાં છે.... આપણે કહીએ છીએ કે ભ્રષ્ટાચાર છાપરે ચઢીને પોકારે છે... તો એને છાપરે ચઢવાની સીડી કોણે આપી.... 




જો હમણાં નહીં બોલીએ તો ઘણું મોડું થઈ જશે!

ભ્રષ્ટાચારીઓને રાજકારણમાંથી હાંકી કાઢવામાં આવે અને દેશહિત-લોકહિત વિચારતા નેતાઓ ભારતના રાજકારણમાં આવે. પરંતુ સવાલ એ છે કે રાજકારણમાંથી જે ભ્રષ્ટાચારીઓને હાંકી કાઢવાની વાતો થઇ રહી છે, એ ભ્રષ્ટાચારી નેતાઓ આવ્યા છે ક્યાંથી?! નેતા નામની આ પ્રજાતિ કંઇ લેબોરેટરીમાં ઉત્પન્ન થયેલી નથી. એ લોકો આપણી જ વચ્ચેથી આવ્યા છે ને! આપણે જ એમને ચૂંટીને મોકલ્યા છે. એ લોકો આપણું જ પ્રતિનિધિત્વ કરે છે અને માટે એ આપણું જ પ્રતિબિંબ પાડે છે. એક સમાજ તરીકે, દેશની જનતા તરીકે સ્વીકારવા જેવી બાબત એ છે કે આપણું રાજકારણ ભ્રષ્ટાચારીઓથી ખદબદે છે કારણ કે એમને ચૂંટનારા આપણે પણ એટલા જ ભ્રષ્ટ છીએ. 




આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.