Dhiraj Prasad Sahuને ત્યાં પડેલી IT Raid હજી પણ યથાવત, કર્મચારીઓને પૈસા ગણવા માટે બોલાવાયા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-11 13:14:12

ઈન્કમ ટેક્સ વિભાગે કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુના ઘરે દરોડા પાડ્યા હતા. રેડ થોડા સમયની અંદર પતી જશે તેવું લાગતું હતું પરંતુ પરિસ્થિતિ કંઈક અલગ નીકળી. એટલા બધા પૈસા રેડ દરમિયાન મળી આવ્યા કે કેટલા રૂપિયા પકડાયા તેનો આંકડો હજી સુધી નથી મળ્યો. જે પૈસા મળી આવ્યા છે તેને ગણવા માટે 80 લોકોની ટીમ કામ કરી રહી છે પરંતુ વધારાની ટીમ બોલાવવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. અંદાજીત 200 લોકોની ટીમને બોલાવવામાં આવી છે. 370કરોડની આસપાસ તો રૂપિયા ગણાઈ ગયા છે અને હજી તો અનેક બોક્સમાં પડેલા પૈસા ગણવાના બાકી છે. હજી સુધી પાંચ દિવસ તો પૂર્ણ થઈ ગયા છે કેસને ગણતા ગણતા.

₹353 crore cash seized from IT raids on Odisha liquor firm - Hindustan Times

80 જેટલા કર્મચારીઓ કરી રહ્યા છે નોટોની ગણતરી 

અલગ અલગ જગ્યાઓ પર ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવતા હોય છે. છાપેમારી દરમિયાન અનેક વખત પૈસા, સોનું વગેરે જેવી વસ્તુઓ પણ મળી આવતી હોય છે. કેટલાનો મુદ્દામાલ મળી આવ્યો તે અંગેની જાણકારી ગણતરી કર્યા બાદ આપવામાં આવે છે. અનેક વખત નેતાઓને ત્યાં, સાંસદોને ત્યાં, ધારાસભ્યો, બિઝનેસમેનને ત્યાં દરોડા પાડવામાં આવતા હોય છે. 6 દિવસ પહેલા ઈન્કમટેક્સ વિભાગે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુને ત્યાં દરોડા પાડ્યા હતા. અલગ અલગ ઠેકાણાઓ પરથી કેસ નળી આવ્યા હતા. 300 કરોડની રોકડ તો ગણાઈ ગઈ છે પરંતુ હજી આ ગણતરી ચાલી રહી છે. અલગ અલગ બેંકોના 80 જેટલા કર્મચારીઓ પૈસા ગણવાનું કામ કરી રહ્યા છે. પૈસા ગણવા માટે મશીનો પણ બોલાવવામાં આવ્યા છે. 

IT Raid On Dhiraj Prasad Sahu 353 Crore Cash Recovered 3 Bank 40 Currency  Counting Machines See Photos Know More Updates | IT Raid On Dhiraj Prasad  Sahu: 3 बँकांचे कर्मचारी अन्

આ ઘટના પર કોંગ્રેસે સાધ્યું મૌન! 

કોંગ્રેસના સાંસદને ત્યાંથી કરોડો રૂપિયા મળી આવ્યા જેને લઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નિવેદન સામે આવ્યા છે. કોંગ્રેસને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એક તરફ ભાજપના નેતાઓ આને લઈ કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ આ કેસથી દૂર ભાગી રહ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે આ મામલામાં તેમની પાર્ટીનું કઈ લેવા દેવા નથી. કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિબંદરમે કહ્યું કે ભાજપ આ કેસને કોઈ કારણો વગર કોંગ્રેસ સાથે જોડી રહી છે. જો બેહિસાબી પૈસા મળી આવે તો તે સંબંધિત વ્યક્તિની પૂછપરછ કરવી જોઈએ. કોંગ્રેસ પાર્ટીને તેમજ તેના કોઈ પણ સાંસદને આનાથી કોઈ લેવા દેવા નથી.  

અમિત શાહે આપી પ્રતિક્રિયા 

આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના એક સાંસદના ઘરમાંથી કરોડો રૂપિયા મળી આવ્યા હતા, પરંતુ આખું INDIA  ગઠબંધન આ ભ્રષ્ટાચાર પર મૌન છે. અને જ્યારે મોદી સરકાર તેમનો ભ્રષ્ટાચાર પકડે છે, ત્યારે આ લોકો એજન્સીઓના દુરુપયોગનો પ્રચાર કરે છે. સંસદ બહાર ભાજપના સાંસદોએ આને લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.