મોરબી હોનારતને પગલે, 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક પાળવાનો લેવાયો નિર્ણય


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-01 08:46:40

મોરબી હોનારતને કારણે સમગ્ર ગુજરાત શોકમાં ડૂબી ગયું છે. બેસતા વર્ષના દિવસે ખુલ્લો મુકાયેલો ઝુલતો બ્રિજ તૂટતા અનેક લોકો મચ્છુ નદીમાં તણાઈને મરી ગયા. આ ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતની મુલાકાતે છે. ગાંધીનગર ખાતે પીએમની અધ્યક્ષતામાં હાઈ લેવલ મિટીંગ યોજાઈ હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો કે 2 નવેમ્બરના રોજ રાજ્યવ્યાપી શોક પાળવામાં આવશે.આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી તેમજ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

 

2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક 

ગુજરાતમાં ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. તે પહેલા દરેક પાર્ટી પોતાના પ્રચારમાં લાગી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી વડાપ્રધાન ભાજપનો પ્રચાર કરવા ગુજરાત આવ્યા છે પરંતુ મોરબીમાં બનેલી દુર્ઘટનાને પગલે તેમણે પોતાના થોડા કાર્યક્રમો રદ્દ કર્યા હતા. ત્યારે મોરબીમાં બનેલી ઘટનાને પગલે ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક કરવામાં આવી હતી. મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના શોકમાં 2 નવેમ્બરના રોજ રાજ્યવ્યાપી શોક પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત 2 નવેમ્બરે રાજ્યમાં સરકારી ઈમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે. તેમજ સરકારી કાર્યક્રમો, સત્કાર કાર્યક્રમો યોજાશે નહિ.


મોરબી ઘટનાને લઈ ભાવુક થયા હતા પીએમ મોદી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બપોર બાદ મોરબીની મુલાકાત લેવાના છે. સોમવારે આયોજીત કાર્યક્રમોમાં તેમણે મોરબીમાં બનેલી ઘટના વિશે દુખ વ્યક્ત કર્યું હતું. કેવડિયા તેમજ બનાસકાંઠામાં સંબોધન કરતી વખતે તેમણે કહ્યું કે તેમની સંવેદના મૃતકોના પરિવાર સાથે છે. મન મક્કમ કરી તેઓ આ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે.      



દેશને આ વખતના પહેલા સાંસદ મળી ગયા છે અને એ પણ બિનહરીફ સાંસદ... સુરતમાં જે આખો ઘટનાક્રમ થયો તે તો આપણે જાણીએ છીએ.. આ વખતની ચૂંટણીમાં જાણે કોંગ્રેસને રસ જ નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી...

થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાઓ ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. એવી ચર્ચાઓ થવા લાગી હતી કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે એવા સમાચાર સામે આવ્યા કે તેઓ થોડા સમયની અંદર કેસરિયો ધારણ કરી શકે છે...

નશો કરવાની આદત અનેક લોકોને હોય છે. ખબર હોય છે કે નશો કરવાથી તેમની જીંદગી ટૂંકી જાય છે તો પણ અનેક લોકો નશો કરતા હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નશો ના કરવો જોઈએ તેને સમર્પિત એક રચના..

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ વાણી વિલાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે એક વિવાદ શાંત નથી થયો ત્યારે ભાજપના વધુ એક નેતા દ્વારા બફાટ કરવામાં આવ્યો છે. ભૂપત ભાયાણીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.