આવનાર દિવસોમાં ઠંડીનો થશે અહેસાસ! જાણો માવઠા અને ઠંડીને લઈ હવામાન વિભાગે શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-11-28 08:56:31

હમણાં ભલે શિયાળાની સિઝન ચાલી રહી છે પરંતુ રવિવારે અને સોમવારે માવઠાને કારણે વરસાદી માહોલ જામ્યો હતો. રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનો અહેસાસ થવાની શરૂઆત જ થઈ હતી ત્યારે તો કારતક મહિનામાં અષાઢી મહિના જેવો માહોલ બન્યો હતો. એટલે કે શિયાળામાં ચોમાસાનું આગમન થયું. કમોસમી વરસાદને કારણે વરસાદી માહોલ જામ્યો છે. આ માવઠાને કારણે પાકને મોટા પાયે નુકસાન થયું છે. મહત્વનું છે કે હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ માવઠાની સંભાવના નહીંવત છે પરંતુ આવનાર દિવસોમાં ઠંડી વધી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.

આ વર્ષે કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી | this year  the increas of cold will increase the meteorological department informed

આવનાર દિવસોમાં તાપમાનમાં નોંધાશે ઘટાડો 

રાજ્યમાં રવિવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. રવિવારે તેમજ સોમવારે અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે શિયાળામાં ચોમાસાની સિઝનનો અહેસાસ થયો હતો. આ માવઠાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. પાકને વ્યાપક નુકસાન થયું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો આવવાની સંભાવના છે. તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે જેને કારણે ઠંડીના ચમકારાનો અહેસાસ થઈ શકે છે. ડિસેમ્બરના શરૂઆતમાં કડકડતી ઠંડીનો અનુભવ લોકોને થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. 

હવામાન વિભાગ Vs અંબાલાલ પટેલ: રાજ્યમાં વરસાદ સામાન્ય રહેશે કે ધોધમાર?

રાજ્યમાં માવઠાની સંભાવના નહીંવત! 

ગુજરાત માટે આગાહી કરતા હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે રાજ્યમાં જે સિસ્ટમથી કમોસમી વરસાદ વરસ્યો હતો તે હવે પસાર થઈ ચૂકી છે. જેને કારણે રાજ્યમાં માવઠાની સંભાવના નહીંવત છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોઈ જગ્યા પર વરસાદ આવી શકે છે પરંતુ ગુજરાત પરથી કમોસમી વરસાદનું સંકટ ટળી ગયું છે તેવી જાણકારી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીનો અનુભવ થઈ શકે છે. ડિસેમ્બરના પ્રારંભથી ગુજરાતવાસીઓએ કાતિલ ઠંડીનો અહેસાસ કરવા માટે તૈયાર રહેવું પડશે તેવી આગાહી કરવામાં આવી છે.   

સમગ્ર રાજ્યમાં ઠંડીનો બીજો તબક્કો શરૂઃ અમદાવાદમાં 9.3, નલિયામાં 6.2 |  Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | Navgujarat Samay -  નવગુજરાત સમય


ક્યાં કેટલું તાપમાન નોંધાયું? 

અમદાવાદમાં ગઈકાલે તાપમાન 26.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું જ્યારે લઘુતમ તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું હતું. ગુજરાતનો સૌથી ઠંડોગાર વિસ્તાર નલિયા રહ્યો હતો. નલિયામાં 15 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. તો ભુજ અને ડીસામાં 17 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું. ડીસામાં 16.9 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 17.6, વડોદરામાં 18 ડિગ્રી, ભુજમાં 17.2 ડિગ્રી, અમરેલીમાં 19.8 ડિગ્રી તાપમાન  નોંધાયું હતું. દ્વારકાનું તાપમાન 19.8 ડિગ્રી, પોરબંદરમાં 18.2 ડિગ્રી , વેરાવળમાં 19.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મહત્વનું છે કે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી