ગુજરાત સરકાર ક્યાંથી ચાલે છે તેનો જવાબ આપ્યો જગદીશ ઠાકોરે? યુવરાજસિંહ વિશે જગદીશ ઠાકોરે કહી આ વાત!


  • Published By :
  • Published Date : 2023-04-26 12:51:30

ઘણા સમયથી કોંગ્રેસ એકદમ આક્રામક દેખાઈ રહી છે. અનેક મુદ્દાઓને લઈ સરકાર પર પ્રહાર કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે જગદીશ ઠાકોરે સરકાર  પર આકરા પ્રહાર કર્યા છે. પોતાના નિવેદનમાં તેમણે મુખ્યમંત્રી અને સી.આર.પાટીલ પર નિશાન સાધ્યું હતું. તે ઉપરાંત ડમીકાંડ મામલે પણ જગદીશ ઠાકોરે વાત કરી હતી અને યુવરાજસિંહના સમર્થનમાં વાત કરી હતી.

ભાજપ પર જગદીશ ઠાકોરના પ્રહાર!

કોંગ્રેસ દ્વારા અનેક વખત સરકાર પર પ્રહાર કરવામાં આવતા હોય છે. અનેક મુદ્દાઓને લઈ કોંગ્રેસ આક્રામક દેખાતી હોય છે. ત્યારે કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે ભાજપ પર પ્રહાર કર્યા છે. મુખ્યમંત્રી અને સી.આર.પાટીલ પર તેમણે પ્રહાર કર્યા છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં સરકાર ગાંધીનગરથી નહીં પરંતુ સુરતથી ચાલે છે. સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલ નથી પરંતુ 107 ગુનાનો રેકોર્ડ ધરાવતા સી.આર.પાટીલ રાજ્યના મુખ્યમંત્રી છે. તેમણે એવું જણાવ્યું કે ભાજપના નેતા કોઈપણ ગુનો કરે, બળાત્કાર કરે તો તેમને કોઈ કલમ લાગતી નથી. 


ડમીકાંડ મામલે જગદીશ ઠાકોરે આપ્યું નિવેદન!

જગદીશ ઠાકોરે યુવરાજસિંહને લઈ પણ વાત કરી હતી. ડમીકાંડ મુદ્દે નિવેદન આપતા તેમણે કહ્યું કે ડમીકાંડ જેવા કૌભાંડ ઘણા સમયથી ચાલે છે, કહેવાય છે કે મધ્યપ્રદેશના વ્યાપમ ઘોટાળો કરતા પણ આ વ્યાપર ડમીકાંડ હોય કે પેપર ફૂટવાના બનાવો હોય તે ગુજરાતમાં બની રહ્યા છે. આ ઘોટાળા કેમ બની રહ્યા છે તે સરકાર શોધતી નથી. સરકાર પરથી લોકોનો ભરોસો ઉઠી ગયો છે. આ ભરોસો ઉઠી ગયેલા બેરોજગાર યુવાનોને વાચા આપવાનું કામ આવતા દિવસોમાં કોંગ્રેસ કરશે. સમગ્ર જે કઈ બનાવો બની રહ્યા છે દબાવવાની, ડરાવવાની, ધમકાવવાની સરકારીની નીતિ બની છે, સરકારની સામે કોઈ સવાલ ના કરે, સરકારને કોઈ સવાલ ન કરે, એના ભાગરૂપે સમગ્ર ગુજરાત અને દેશમાં બનાવો બની રહ્યા છે.      



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે