અરિહા શાહને જર્મનથી સ્વદેશ લાવવા જૈન સંત નમ્રમુનિ મહારાજે PM મોદીને હાથ જોડીને કરી અપીલ, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2023-09-18 19:28:11

ભારતીય મૂળની જૈન બાળકી અરિહા શાહને જર્મન સરકાર ફોસ્ટર કૅરમાંથી મુક્ત કરીને તેનાં માતા-પિતાને વહેલી તકે સોંપી દે એ માગણીએ જૈન સમાજમાં જોર પકડ્યું છે. આ મુદ્દે જૈન સમુદાયના જાણીતા સંત નમ્રમુનિ મહારાજે આજે  પીએમ નરેન્દ્ર મોદીને વિનંતી કરી હતી. પર્યુષણ પર્વના ચોથા દિવસે 15મી સપ્ટેમ્બર અને મહાવીર જન્મ કલ્યાણકના પર્વ નિમિત્તે રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજ જૈનોના પવિત્ર તીર્થધામની ભૂમિ ગિરનાર પર વિશાળ જનમેદનીને સંબોધતા હતા. ત્યારે તેમણે હાથ જોડીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જર્મનીમાં ફસાયેલી અરિહાને ભારત લાવવા માટે હાથ જોડીને અપીલ કરી હતી, આ સાથે જ તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ અપીલ કરી હતી. 



 

નમ્રમુનિ મહારાજે શું કહ્યું?  


નમ્રમુનિ મહારાજે કહ્યું હતું કે ભારતના યશસ્વી વડાપ્રધાનનો સમગ્ર વિશ્વમાં એટલો પ્રભાવ છે કે તેઓ કોઈપણ દેશના વડાપ્રધાનને ભારતમાં આમંત્રિત કરી શકે છે. વડા પ્રધાનના એક નાનકડા પ્રયાસથી, ભારતીય બાળકી તેની માતાને મળી શકે છે, તેથી તેમણે જલદી યોગ્ય પગલાં લેવા જોઈએ, આ મારી અને સમગ્ર જૈન સમાજની અપીલ છે. નમ્રમુનિ મહારાજે વધુમાં જણાવ્યું હતું કે એ બાળકીનો કોઈ વાંક નથી અને હવે તો જર્મન કોર્ટે પણ ચુકાદો આપ્યો છે કે ભાવેશ અને ધારા શાહનો કોઈ જ વાંક નથી છતાં જર્મનની ચાઇલ્ડ વેલ્ફેરે હજુ સુધી નાનકડી અરિહાને તેમનાં માતા-પિતાને સોંપી નથી. ત્યારે હું અને અહીં બધા હાજર લોકોએ ભારતના વડાપ્રધાન મોદીજીને અપીલ કરીએ છીએ કે અરિહા ફરી ભારત આવે અને તેને તેનાં માતા-પિતા મળી જાય એવી અપીલ છે અને અમને વિશ્વાસ છે કે તેઓ આ બાબતે યોગ્ય પગલાં લેશે. આ સાથે જ તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે ચાઇલ્ડ વેલ્ફેરના નામે તેઓ દર વર્ષે હજારો બાળકોને ઉઠાવી રહ્યા છે, આ પાછળ કોઈ સિક્રેટ એજન્ડા હોઈ શકે છે.


સાંસદોએ સરકારને કરી હતી રજુઆત


જર્મનીના અરિહા ચાઈલ્ડ કેર યુનિટમાં રાખવામાં આવી તે મુદ્દે ઘણાં મહિલા સંસદ સભ્યોએ તેમના હસ્તક્ષેપની વિનંતી કરીને વિદેશમંત્રી એસ જયશંકરને મળ્યા હતા. કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય રજની પાટીલ, NCPના નેતાઓ સુપ્રિયા સુલે અને વંદના ચવ્હાણ, સમાજવાદી પાર્ટીનાં સભ્ય જયા બચ્ચન અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના સભ્ય પ્રિયંકા ચતુર્વેદીએ ધારા શાહ વતી જયશંકરને કેન્દ્રીય મંત્રીને મળ્યાં હતાં અને સરકારના હસ્તક્ષેપની માગ કરી હતી.


સરકાર કરી રહી છે પ્રયાસ


બેબી અરિહાને ભારત લાવવા મુદ્દે કેન્દ્ર સરકાર પણ પ્રયત્નો કરી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે 'અમે આ કેસને પ્રાથમિકતા આપી રહ્યા છીએ. અમે જર્મન રાજદૂતને આ અંગે બોલાવ્યા છે. અમે જર્મન સત્તાવાળાઓને વહેલી તકે બાળકને પરત લાવવા કહ્યું છે. અમે જર્મન સત્તાધીશોના સંપર્કમાં છીએ.' ગયા વર્ષે ડિસેમ્બરમાં જ્યારે જર્મનીના વિદેશ મંત્રી અન્નાલેના બેરબોક ભારતની મુલાકાતે આવ્યા ત્યારે જયશંકરે તેમના જર્મન સમકક્ષ સમક્ષ આ મામલો ઉઠાવ્યો હતો.


જર્મન સરકારે માતા-પિતા પર કર્યો છે કેસ


જર્મન સરકારે ભાવેશ અને ધારાની સામે ક્રિમિનલ કેસ કરીને તેમની ધરપકડ કરવા માટે પૂરા પ્રયાસો કર્યા હતા, પરંતુ એક પાકિસ્તાનના ઉર્દૂ ભાષાંતરકારને વચ્ચે રાખીને ભાવેશ અને ધારા તેમનો કેસ લડ્યાં હતાં જેમાં સત્યની જીત થઈ હતી અને પુરાવાના અભાવે તેમને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યાં હતાં. માર્ચ 2022માં ભાવેશ અને ધારા સામે નોંધવામાં આવેલો કેસ જર્મન સરકાર તરફથી બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે ભાવેશ અને ધારા સામે ત્યાં સિવિલ કેસ આજે પણ ચાલી રહ્યો છે.


શું છે સમગ્ર ઘટના?


મુંબઈના ભાઈંદરમાં રહેતાં ભાવેશ શાહ અને ધારા શાહ 2019માં નોકરી કરવા માટે જર્મનીના બર્લિન શહેરમાં શિફ્ટ થયાં હતાં. ત્યાં ફેબ્રુઆરી 2021માં અરિહાનો જન્મ થયો હતો. સપ્ટેમ્બર 2021માં અરિહાને પ્રથમ વાર ભારતથી જર્મન જોવા ગયેલાં તેનાં નાની અરિહાનું ડાયપર ચેન્જ કરી રહ્યાં હતાં ત્યારે તેમનાથી અજાણતાં જ અરિહાના પ્રાઇવેટ પાર્ટ પર ઈજા થઈ હતી. અરિહાને તરત જ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરે તેની સારવાર કરીને ડિસ્ચાર્જ આપી દીધો હતો. થોડા દિવસ પછી અરિહાને ફરીથી ડૉક્ટરને બતાવવા ભાવેશ અને ધારા હૉસ્પિટલમાં ગયાં ત્યારે તેમને જબરદસ્ત ચોંકાવનારો અનુભવ થયો હતો. જર્મનીના ડૉક્ટરોએ અરિહાને થયેલી ઈજાને જાતીય શોષણનું સ્વરૂપ આપી તેનાં માતા-પિતા પર જાતીય શોષણના આક્ષેપો કરીને આ બાબતની ફરિયાદ જર્મન ચાઇલ્ડ સર્વિસને કરી દીધી હતી. એને પરિણામે જર્મન ચાઇલ્ડ સર્વિસે હૉસ્પિટલમાંથી ભાવેશ અને ધારાને ધ્રુસકે-ધ્રુસકે રડતાં મૂકીને અને તેમની કોઈ પણ દલીલોને માન્ય રાખ્યા વગર તેમના પર ક્રિમિનલ કેસ કરીને અરિહાને તેમની પાસેથી આંચકી લીધી હતી અને અરિહાને પોતાના કબજામાં લઈ લીધી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.