Jamawat Election Yatra : જાણો Porbandar Loksabhaના મતદાતાઓનો કેવો છે મિજાજ? ચૂંટણી અને મતદાનને લઈ શું વિચારે લોકો?


  • Published By :
  • Published Date : 2024-05-01 18:07:55

ગુજરાતમાં લોકસભા બેઠક માટે તો મતદાન થવાનું છે પરંતુ તેની સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે પણ મતદાન થવાનું છે.. મતદાતાઓનો મિજાજ જાણવા માટે જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ લોકસભા બેઠકોની મુલાકાત લઈ રહી છે અને ત્યાંના મતદાતાઓ શું વિચારે છે ચૂંટણીને લઈ તે જાણવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે જમાવટ યાત્રા પહોંચી હતી પોરબંદર.. 

ચાની લારી પર બેઠેલા લોકો સાથે કરી વાત 

જો એવું કહીએ કે ચાની લારી પર બેસી દુનિયાદારીની સમજ જેટલી પડે છે તેટલી સમજ આપણને ક્યાંય બીજેથી નથી મળતી...! ચાની લારી પર બેઠેલા લોકો અનેક મુદ્દાઓ પર વાત કરતા હોય છે.. દેશની, દુનિયાની, રાજનીતિની, શેર માર્કેટની વાતો ચાની લારી પર બેઠેલા લોકો કરતા હોય છે... ત્યારે પોરબંદર પહોંચેલી જમાવટની ટીમ ચાની કિટલી પર ભેગા થયેલા લોકોને મળી હતી અને મિજાજ જાણવાની કોશિશ કરી હતી.. જ્યારે  કયો પક્ષ જીતશે તે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે ભાજપ જ જીતશે.. સારા કામો કર્યા છે.. પોરબંદર વિધાનસભામાં ભાજપ જીતશે..  


પોરબંદરમાં થવાની છે પેટા ચૂંટણી 

પોરબંદર લોકસભા બેઠક પર ભાજપે ડો. મનસુખ માંડવિયાને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત લલિત વસોયાને ઉમેદવાર બનાવાયા છે.. ઉમેદવારને લઈ જ્યારે મતદાતાઓને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ભાજપ જીતશે.. ચા બનાવતા કાકાને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે  "આપણે તો ઉપર પણ ચા વાળા જ જોઈએ!" ભાજપનો માહોલ ભાજપ તરફી છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે... અર્જુન મોઢવાડિયાએ પક્ષપલટાથી નારાજ ના દેખાય...


જાણો મતદાતાઓ શું માને છે ઉમેદવારો અને રાજકીય પાર્ટી માટે? 

જ્યારે ભાજપ દ્વારા કરવામાં આવેલા કામોને લઈ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે રોડ રસ્તા સારા બન્યા છે, હોસ્પિટલો સારી બની છે.. ઈન્ડિયા ગઠબંધનને લઈ પણ તેમને સવાલ કરવામાં આવ્યો..400 પાર દેશમાં ભાજપને મળશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે... બીજા એક મતદારને પૂછવામાં આવ્યું કે તેમને કોની સરકાર જોઈએ છે તો તેમણે ભાજપનું નામ લીધું.. ભાજપ વિકાસના કામો કરે છે.. 



પોરબંદરમાં ઉદ્યોગો બંધ થઈ ગયા - મતદાતા

જ્યારે ધારાસભ્યના પક્ષપલટાને લઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તેઓ જનતા માટે ભાજપમાં ગયા છે... ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર લલિત વસોયાને લઈને પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો. પીએમ મોદી તેમને ગમે છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.. જ્યારે એક કાકાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ઉદ્યોગ બંધ થઈ ગયા પોરબંદરમાં... કારખાના બંધ થઈ ગયા... સરકાર પાસેથી આશા રાખે છે કે ઉદ્યોગો ફરી શરૂ થવા જોઈએ... શિક્ષણ મુદ્દે પણ સવાલ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે છોકરાઓને વાંચતા નથી આવડતું.. બાળકો પર લોડ વધી ગયો છે... ત્યારે જોવું રહ્યું કે પોરબંદરની જનતા કોને મત આપી જીતાડે છે... 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે