Jamawat Election Yatra પહોંચી જૂનાગઢ, સરકાર પાસેથી અપેક્ષા શું રાખે છે જૂનાગઢના નાગરીક, રોજગારીથી લઈ રસ્તાઓની કરી વાત...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-01 14:01:30

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. 7મી મેના રોજ ગુજરાતના લોકો મતદાન કરશે અને સાંસદને ચૂંટી સંસદ મોકલશે.. મતદાન કરતા પહેલા મતદાતાનો શું મિજાજ છે, ચૂંટણીના મુદ્દાઓને લઈ લોકો શું માને છે, ઉમેદવારો તેમજ પીએમને લઈ તે શું વિચારે છે તે જાણવાની કોશિશ જમાવટની ટીમ કરી રહી છે... જમાવટની ઈલેક્શન યાત્રા ગુજરાતની અલગ અલગ લોકસભા બેઠકોમાં ફરી રહી છે અને મતદાતાઓનો મિજાજ જાણવાની કોશિશ કરી રહી છે..

જ્યારે જૂનાગઢની જનતા સાથે જમાવટની ટીમે સંવાદ 

જમાવટની ઈલેક્શન યાત્રા જૂનાગઢ લોકસભા વિસ્તારમાં પહોંચી હતી. કોઈએ કહ્યું કે ઉદ્યોગ નથી તેની વાત કરી હતી. ઉદ્યોગોની કમી છે...  સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને લઈ જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે કામો થયા છે પરંતુ અનેક કામો થવાના બાકી છે... રસ્તાઓ સારા થઈ શકે છે તેવી વાત પણ મતદાતાએ કરી હતી.. ઘણું બધુ કરવા માટે સ્કોપ છે... ડેવલોપમેન્ટ છેલ્લા 10 વર્ષમાં ઘણો થયો છે તેવી વાત મતદાતાઓ દ્વારા કરવામાં આવી છે...



સરકાર પાસેથી જૂનાગઢની જનતા શું રાખે છે આશા?

જૂનાગઢના એવા લોકો સાથે જમાવટની ટીમે વાત કરી હતી જેમણે જૂનાગઢની બદલાતી તસવીરને જોઈ છે.. સરકાર પાસેથી મતદાતાઓને આશા હોય કે તેમના વિસ્તારનો વિકાસ થાય.. સુવિધાઓ તેમને મળે. જ્યારે જૂનાગઢના મતદારને પૂછવામાં આવ્યું કે તેમની અપેક્ષા શું છે ત્યારે તેમણે કહ્યું કે જૂનાગઢમાં 2014 બાદ જે વિકાસ જોયો છે તે આની પહેલા નથી જોયો... બધા જ ક્ષેત્રોમાં જૂનાગઢનો વિકાસ થયો છે..જ્યારે બીજા મતદારને પૂછવામાં આવ્યું કે તેમણે શું ચેન્જ જોયો છે જૂનાગઢમાં છેલ્લા 10 વર્ષમાં તો તેમણે કહ્યું કે ટ્યુરિસ્ટની સંખ્યા વધી છે, પરંતુ રોજગારીની તક ઓછી મળે છે.. ઉદ્યોગો ઓછા છે.. 

 


જ્યારે વિપક્ષના નેતાને લઈ સવાલ પૂછાયો ત્યારે... 

જ્યારે અન્ય એક મતદારને પૂછવામાં આવ્યું તો તેમણે મતદાન કરવા માટે લોકોને અપીલ કરી હતી.. રોડ રસ્તાના કામો થયા છે. હોસ્પિટલોને લઈ મતદાતાઓએ વાત કરી હતી.. સારા રસ્તાને કારણે કનેક્ટિવીટી વધી ગઈ છે તેવી વાત કરી હતી..કોઈએ ભાજપની રણનીતિના વખાણ કર્યા.. જ્યારે વિપક્ષના નેતાઓને લઈ સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તે લોકો પ્રચારમાં દેખાતા જ નથી..  



કઈ રાજકીય પાર્ટીએ કોને આપી છે ટિકીટ? 

જ્યારે યુવાનોને પૂછવામાં આવ્યું કે સરકારે શું કામ કર્યું છે ત્યારે તેમણે કહ્યું કે ભરતીઓ થાય છે... જી-20ને લઈ તેમણે વાત કરી હતી..મહિલાઓની સુરક્ષાને લઈ તેમણે વાત કરી હતી... કોઈએ કહ્યું કે વિશ્વના અનેક દેશોમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે...  રાષ્ટ્રીય મુદ્દાઓ તો છે જ પરંતુ સ્થાનિક મુદ્દાઓ પણ છે... સ્થાનિક મુદ્દાઓનું જલ્દી નિકારણ આવે તેવી આશા જૂનાગઢની જનતા રાખી રહી છે... જૂનાગઢના ભાજપના ઉમેદવારની વાત કરીએ તો ભાજપ તરફથી રાજેશ ચૂડામસા છે તો ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત હીરાભાઈ જોટવાને ઉતારવામાં આવ્યા છે...ત્યારે જોવું રહ્યું કે જૂનાગઢની જનતાના મતરૂપી આશીર્વાદ કયા ઉમેદવારને મળે છે?



ગુજરાતમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. 45 ડિગ્રીને પાર અનેક શહેરોનું તાપમાન પહોંચી ગયું છે. અમદાવાદ માટે એએમસીએ રેડ એલર્ટ જાહેર કર્યું હતું જ્યારે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. ત્યારે એએમસી દ્વારા રેડ એલર્ટમાંથી ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

રાજ્યના અનેક ભાગોમાં સ્માર્ટ મીટર લાગી ચૂક્યા છે. પરંતુ સ્માર્ટ મીટરને લઈ વિવાદ છેડાઈ ગયો છે. બિલ વધારે આવે છે તેવી વાતો લોકો દ્વારા કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે ગુજરાત સરકારે સ્માર્ટ મીટરને લઈ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સ્માર્ટ મીટર સાથે જૂનું મીટર પણ લાગશે જેથી ભરોસો આવે.

સોશિયલ મીડિયા પર એસટી બસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હોટલમાં બસ ઉભી રાખવાનું ભૂલી જતા ડ્રાઈવરે 15 કિલોમીટર બસને રોન્ગ સાઈડ ચલાવી.. મુસાફરો અને ડ્રાઈવર વચ્ચે બોલાચાલી પણ થઈ.

આપણા દ્વારા કરવામાં આવેલા નાના કામોનું મહત્વ બીજાના જીવનમાં શું ફરક લાવી શકે છે તે આપણે જાણીએ છીએ.કોઈના આંસુને લૂછતા માત્ર થોડી મિનીટો જ લાગે છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ક્ષણને સમર્પિત રચના...