Jamawat Election Yatra પહોંચી Amreliના લોકોનો મિજાજ જાણવા, જનતા કહે છે બંને ઉમેદવારો અમારા માટે નવા છે!


  • Published By :
  • Published Date : 2024-05-04 13:25:55

7મી તારીખે ગુજરાતમાં મતદાન થવાનું છે... મતદાતાનો મિજાજ જાણવા માટે જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ લોકસભા વિસ્તારમાં ફરી રહી છે.. લોકોનો મિજાજ જાણવા માટે જમાવટની ટીમ પહોંચી હતી અમરેલી... અમરેલી સીટ આ વખતે Interesting એટલા માટે છે કારણ કે જેમના માટે માનવામાં આવતું કે ભાજપ આ બેઠક પર આ ઉમેદવારને ઉતારી શકે છે તેમને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર બનાવી દીધા છે.. નવા ઉમેદવારોને રાજકીય પાર્ટી દ્વારા ઉતારવામાં આવ્યા છે.

રાજનેતાઓ વિશે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે... 

અમરેલીના લોકો સાથે જ્યારે વાત કરી ત્યારે અનેક મતદાતાઓ મળ્યા જેમણે મોદી સરકારના વખાણ કર્યા.. તો અનેક એવા લોકો પણ મળ્યા જેમણે સ્થાનિક સમસ્યાની વાતો કરી... 400 પારને લઈ જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે પાર થઈ જશે..! નોકરીઓની સારી સુવિધાઓ ઉભી થઈ છે વગેરે વગેરે... જ્યારે બીજા એક મતદાતાને સવાલ પૂછવામાં આવ્યો ઉમેદવારને લઈ ત્યારે તેમનો રોષ જાણે બહાર આવી ગયો તેવું લાગ્યું...! ઉમેદવારના શિક્ષણને લઈ તેમણે વાત કરી હતી.. તેમણે અમરેલીના હમણાંના સાંસદ અને રાજનેતા વિશે વાત કરી. 


પાણીની સમસ્યાને લઈ ભડકી ઉઠી મહિલા!

સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન નથી આપવામાં આવતું તેની વાત કરી.. ઉપરાંત તેમણે લોકોને લઈને પણ વાત કરી અને કહ્યું કે લોકોમાં જાગૃતિનો અભાવ છે... જે સામો પડે તો તેને દબાવવામાં આવે છે...! કોઈએ મોદી છે એટલે મોંઘવારી છે...! મોંઘવારીનો મુદ્દો મોદી ઉપાડશે જ નહીં તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.. ખાનગી કરણની પણ તેમણે વાત કરી હતી.. જ્યારે બીજા એક મતદાતાને પૂછવામાં આવ્યું કે પાણી પહોંચ્યું છે ત્યારે તેમણે કહ્યું કે પાણી ક્યાં પહોંચાડવામાં આવ્યું છે.? અમારા ગામમાં તો પાણી જ નથી આવતું. અઠવાડિયામાં માત્ર બે દિવસ પાણી આવે અને એ પણ માત્ર એક કલાક...


જનતાની જાગૃત્તિને લઈ કહી આ વાત...!

ભારતીય જનતા પાર્ટીએ ભરત સુતરિયાને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસે જેનીબેન ઠુમ્મરને ઉમેદવાર બનાવ્યા છે. કોઈએ કહ્યું કે ભાજપની જીત થશે કારણ કે અહીંયા કામો થયા છે...જ્યારે તેમને લોકસભા ચૂંટણીને લઈ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે સામા પક્ષે એવા કોઈ નાયક નથી જેવા ભાજપ પાસે પીએમ મોદી છે...! પ્રધાનમંત્રીનો ચહેરો ઈન્ડિયા ગઠબંધન દ્વારા જાહેર કરવામાં જ નથી આવ્યો... જ્યારે બીજા એક મતદારને ઉમેદવાર વિશે પૂછવામાં આવ્યું કે ઉમેદવાર તો હોવા જોઈએને જેને ઓળખતા હોઈએ... જ્યારે બીજા મતદારને પૂછવામાં આવ્યું કે વિકાસ કેટલો થયો છે ત્યારે તેમણે થયું કે કામ નથી થયા.. જનતા જાગૃત્ત નથી..  ત્યારે જોવું રહ્યું કે અમરેલીની જનતા કોને મત આપે છે?



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે