Jamawat Ground Zero Report - કચ્છનો એક એવો વિસ્તાર જ્યાં પાણી માટે તરસી રહી છે જિંદગી,જ્યાં લોકો માને છે મોટા માણસ હોય તો કામ થઈ જાય પણ....


  • Published By :
  • Published Date : 2024-04-26 14:01:17

જો તમને કહેવામાં આવે કે પંદર-વીસ દિવસમાં એક જ કલાક પાણી આવે તો? પાણી લેવા માટે અનેક કિલોમીટર બેડા લઈને જવું પડશે તો? આ સાંભળીને અનેક લોકો વિચારતા હશે કે આવું થોડી હોય કંઈ.. પાણી તો 24 કલાક જોઈએ... મોટા મોટા શહેરોમાં પાણી 24 કલાક મળી રહે છે પરંતુ કચ્છ જેવા વિસ્તારમાં આજે પણ આ જ પરિસ્થિતિ છે... પીવાના શુદ્ધ પાણી માટે તો વલખા મારે છે પરંતુ પાણી માટે પણ તેમને અનેક કિલોમીટર સુધી જવું પડે છે.. 

જે દ્રશ્યો સામે આવ્યા તે ગુજરાતના અનેક ભાગોની વાસ્તવિક્તા! 

એક તરફ કચ્છમાં થયેલા વિકાસનો ડંકો ચારેય તરફ વગાડવામાં આવે છે... પરંતુ એક જ કચ્છના અનેક નાના ગામો એવા છે જે સવાલ પૂછે છે કે તેમના ભાગનો વિકાસ ક્યાં ગયો? જો નર્મદાનું પાણી ધોરડો સુધી પહોંચી શકે છે તો બીજા સરહદી વિસ્તારોમાં તે પાણી કેમ ના પહોંચી શકે? ઉત્તર કચ્છના અનેક ભાગોમાં જમાવટની ટીમ જ્યારે ઈલેક્શન યાત્રા માટે પહોંચી હતી ત્યારે ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા તે કદાચ ગુજરાતના અનેક ભાગોમાંથી અવાર નવાર જોવા મળે છે... પાણી માટે તરસતી આંખો... મોટા ધનારાથી આગળ જવાના રસ્તે જ્યારે જમાવટની ટીમ પહોંચી ત્યારે..... 



આજે પણ અનેક કિલોમીટર સુધી પાણી ભરવા મહિલાઓ જાય છે

પાણીની વ્યવસ્થા ત્યાં રહેલા લોકોએ જાતે કરવી પડે છે... ટાંકા બંધાવ્યા છે પરંતુ તેમાં ટેન્કરથી પાણી ભરવું પડે છે અને તે પણ પોતાના પૈસાથી... ટાંકામાં રહેલા પાણીને જોઈને સવાલ થાય કે આવા પાણીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? પીવા માટે શુદ્ધ પાણી મળે તે દરેક નાગરિકનો અધિકાર છે.. પરંતુ અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો, સરહદી વિસ્તારમાં રહેતા લોકોને આજે પણ પાણી માટે કિલોમીટર દૂર જવું પડે છે.. એવા પાણીનો ઉપયોગ કરવો પડે છે પાણી પીવા માટે જેનો ઉપયોગ કરતા પહેલા સો વખત વિચારીએ.. આજે પણ કુવામાંથી પાણી લાવું પડે છે...      


નળ તો પહોંચે છે પણ પાણી નથી પહોચતું... 

મોટા મોટા શહેરોમાં પાણી 24 કલાક મળી રહે છે. નળ ખોલો અને પાણી મળી જાય.. પરંતુ વિકસિત ગણાતા આપણા ગુજરાતમાં અનેક પ્રદેશો એવા છે જે આજે પણ પીવાના પાણી માટે ઝંખે છે... અનેક દ્રશ્યો આપણી સામે છે જ્યાં પાણીના બેડા લઈને દીકરીઓને જતી જોઈ છે.. લોકોના ઘરે નળ તો પહોંચ્યા છે પરંતુ પાણી નથી પહોંચ્યું... નલ સે જલ યોજના માટે કહેવામાં આવે છે 100 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ વાસ્તવિક્તામાં એ કામગીરી કેવી થઈ છે તે આપણે જાણીએ છીએ... નળ તો પહોંચ્યા પરંતુ પાણી નથી પહોંચ્યું... 


આમના હિસ્સાનો વિકાસ કોણ ખાઈ ગયું? 

ઈલેક્શન યાત્રા વખતે જમાવટની ટીમ કચ્છના ઉત્તરીય વિસ્તારમાં પહોંચી હતી જ્યાં લોકોની પરિસ્થિતિ જોઈ સવાલ થાય કે આ દ્રશ્યો એ ગુજરાતના છે જેને વિકસીત રાજ્ય તરીકે દર્શાવવામાં આવે છે.... જ્યારે ત્યાંના સ્થાનિકો પોતાની વાતને રજૂ કરી રહ્યા હતા ત્યારે તેમની વેદના, તેમનો આક્રોશ તેમની વાતોમાં છલલાઈ આવતો હતો... જે દ્રશ્યો સામે આવ્યા તે જોઈને સવાલ થાય કે આમના હિસ્સાનો વિકાસ કોણ ખાઈ ગયું?  


નેતાઓ પ્રચાર માટે આવે છે ત્યારે પાણી આવશે તેની સાંત્વના આપે... 

જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે પ્રચાર માટે નેતાઓ તો આવતા હશેને ત્યારે ત્યાં હાજર લોકોનો તાત્પર્ય હતો કે પ્રચાર માટે આવા વિસ્તારમાં નેતાઓ ના જાય, જ્યાં વિકાસ થયો હોય ત્યાં જ નેતાઓ જાય...! અને જો કોઈ નેતા આવા વિસ્તારની મુલાકાત લેતા હોય છે તો લોકોને માત્ર સાંત્વના આપે છે.. કે કામ થઈ જશે.. કામ કરવામાં આવશે.. પરંતુ ચૂંટણી પૂર્ણ થયા પછી પણ ત્યાંના લોકોની પરિસ્થિતિ નથી બદલાતી... નેતાઓ વાયદા કરી જાય છે પરંતુ તેમનો અમલ નથી થતો... ધીરે ધીરે વિકાસ સરહદી વિસ્તારોમાં પહોંચી રહ્યો છે ત્યારે આ વિસ્તારમાં પણ વિકાસ જલ્દી પહોંચે તેવી આશા છે.... 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.