જમાવટ આજે તમને એક સવાલ કરે છે, તેનો જવાબ તમારી પાસે છે?


  • Published By :
  • Published Date : 2023-03-19 14:15:18

મહાઠગ કિરણ પટેલનો મામલો બહાર આવતાં જ આખા દેશમાં હંગામો મચી ગયો છે. કિરણ પટેલે એકલા હાથે કરેલા આ મસમોટા કારસ્તાનથી સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા છે. લોકો આ બાબતને ખુબ જ હળવાશથી લઈ રહ્યા છે. કિરણ પટેલે દેશની સુરક્ષા સિસ્ટમ, ઉચ્ચ અધિકારીઓ, તપાસ એજન્સીઓને રીતસર મામુ બનાવી છે. હવે સવાલ એ થાય છે કે કિરણ પટેલના સ્થાને લઘુમતી સમુદાયનો કોઈ યુવાન કાસબ પઠાણ હોત તો? સરકારની પ્રતિક્રિયા શું હોત?


કિરણ પટેલના સ્થાને કાસબ પઠાણ હોત તો?


કિરણ પટેલે કાશ્મિરમાં છ મહિના સુધી ઝેડ પ્લસ સુરક્ષા મેળવીને સરકારી ખર્ચે તાગડધિન્ના કર્યા છે. જામરવાળી અને બુલેટ પ્રુફ ગાડીઓમાં કાશ્મિરના અનેક સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ ચુકેલા આ કિરણ પટેલના સ્થાને જો તેનું નામ કાસબ પઠાણ નામ હોત તો સરકારની એજન્સીઓએ તેની સામે કેવી કલમો લગાવી હોત. સામાન્ય લોકોની પ્રતિક્રીયા પણ કેવી રહેત તે સમજી શકાય તેવું છે. મીડિયાએ પણ તે સમાચારને એક અલગ જ એન્ગલથી રજુ કર્યા હોત. આપણે ત્યાં સામાન્ય માનસિક્તા એવી છે કે લોકો આ પ્રકારની ગુનાહિત ઈતિહાસ ધરાવતી વ્યક્તિમાં પણ ધર્મ, જાત, વર્ણ શોધે છે અને તે પ્રમાણે તેમનું વલણ નક્કી કરે છે. 


કિરણ પટેલનો મુદ્દો સંવેદનશીલ કેમ?


કિરણ પટેલનું નામ ઠગાઈમાં સામે આવતાં જ ગુજરાતના રાજકારણ અને સેલિબ્રિટી જગતમાં હલચલ મચી ગઈ છે. કિરણ પટેલ ભાજપના અનેક નેતાઓ, ઉચ્ચ અધિકારીઓ અને સલિબ્રિટીઓ સાથે ફોટો પડાવીને રોફ જમાવતો હતો. તેણે કાશ્મિરમાં પીએમઓના એડિશનલ અધિકારી તરીકે ઝેડ પ્લસ સુરક્ષા મેળવીને છ મહિના સુધી તાગડધિન્ના કર્યા છે. આ ખુબ જ મહત્વનો મુદ્દો છે, તેને આમ મજાકમાં લઈ શકાય નહીં.


અત્રે ઉલ્લેખનિય છે કે કિરણ પટેલ અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના નાઝ ગામનો વતની છે. ઘોડાસર વિસ્તારમાં પ્રેસ્ટિજ સોસાયટીમાં રહેતા મહાઠગ કિરણ પટેલે હાલ સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે. 



દેશમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવારને બદલ્યા હતા. હવે સાબરકાંઠાના ઉમેદરવાર શોભનાબેન બારૈયાને આપી છે.

ગુજરાતમાં ફરી એક વખત પેપરલીકની ઘટના બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હોવાનો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો.

ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા થતી હોય છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા આ બેઠકના ઉમેદવાર છે જ્યારે છોટુ વસાવાની પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ પણ ઉમેદવારી નોંધાવી છે. ત્રિ પાંખીયો જંગ જામવાનો છે.