Jamawat News Bulletin : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય Chaitar Vasava થયા જેલમુક્ત, વારાણસીમાં પોલીસ ફોર્સ કરાઈ તૈનાત.....


  • Published By :
  • Published Date : 2024-02-02 10:09:48

ગઈકાલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું. ચૂંટણી નજીક હતી જેને કારણે લાગતું હતું કે આ બજેટમાં મિડલ ક્લાસને રાહત મળી શકે છે પરંતુ મિડલ ક્લાસને રાહત ન મળી. ત્યારે આજે ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ થવાનું છે. ગુજરાતીઓ આ બજેટ પર આશા રાખીને બેઠા છે કે આ બજેટમાં મિડલ ક્લાસ લોકોને રાહત મળે. નાણામંત્રી કનુ દેસાઈ ત્રીજી વખત બજેટ રજૂ આજે કરવાના છે. પેપરલેસ બજેટ રજૂ થવાનું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ બજેટની રકમ 3 લાખ કરોડની આસપાસ હોઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે શિક્ષણ ક્ષેત્રે, મહિલા, કૃષિ ક્ષેત્રે, યુવાનોને લઈ મોટી જાહેરાત થઈ શકે છે. 

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ગઈકાલે જેલમુક્ત થયા છે. 48 દિવસ બાદ ધારાસભ્ય જેલની બહાર આવ્યા છે. ચૈતર વસાવાના સ્વાગત માટે મોટી સંખ્યામાં તેમના સમર્થકો, આપ નેતાઓ ત્યાં હાજર હતા. ધારાસભ્યને શરતી જામીન મળ્યા છે. ચૈતર વસાવાને નર્મદા, ભરુચની હદમાં ન રહેવાની શરતે જામીન આપવામાં આવ્યા છે. શરતી જામીન મળ્યા હોવાને કારણે ધારાસભ્ય ગાંધીનગરમાં રહેશે તેવા સમાચાર સામે આવ્યા છે. જેલમાંથી બહાર આવતા જ ચૈતર વસાવાએ કહ્યું કે મને રાજકીય ષડયંત્ર હેઠળ ફસાવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ મામલે હાઇકોર્ટમાં અપીલ કરીશું. આદિવાસીઓ માટે અમે બોલીએ છીએ. રાજ્ય સરકાર ખોટા ષડયંત્ર કરે છે. ધારાસભ્ય ચૈતર વસાવા બજેટ સત્રમાં પણ હાજરી આપી શકે છે તેવી માહિતી સામે આવી છે.

સુરતની ટ્રાફિક પોલીસ ફરી એકવાર ચર્ચામાં આવી છે. તોડ કરવાનો આરોપ ભાજપના ધારાસભ્ય દ્વારા લગાડવામાં આવ્યો છે.  વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણી સમયાંતરે મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર અને મુખ્યમંત્રીને અલગ-અલગ વિષયો ઉપર પત્ર લખવા માટે જાણીતા છે. કુમાર કાનાણીના પત્રને કારણે જે તે વિભાગમાં જબરજસ્ત વાતો પણ થતી હોય છે. આ વખતે ફરી એક વખત કુમાર કાનાણીએ ટ્રાફિક વિભાગના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી તોડબાજની ઘટનાઓ વિશે ઉલ્લેખ કર્યો છે.આ ધારાસભ્ય એ સુરત પોલીસ કમિશનરને પત્ર લખી ટ્રાફિક વિભાગની ક્રેન નંબર-1 દ્વારા અન્ય વિસ્તારોના વાહનો ગેરકાયદે ટોઈંગ કરી તોડબાજી કરવાના આક્ષેપ સાથે કાર્યવાહી કરવા જણાવ્યું છે. 

જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષના હકમાં કોર્ટે આદેશ આપ્યો હતો. વારાણસીની કોર્ટે હિન્દુ પક્ષકારોની પૂજા કરવાની માગ કરતી અરજીનો સ્વીકાર કર્યો હતો. કોર્ટ દ્વારા આદેશ મળ્યા બાદ બુધવાર સાંજે શૈલેંદ્ર પાઠકે જ્ઞાનવાપી સ્થિત વ્યાસજીના તહેખાનાની પૂજા કરી હતી. તેના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પૂજા વિધીનો પ્રારંભ કરવામાં આવ્યો. આ બધા વચ્ચે એવા સમાચાર મળી રહ્યા છે કે મુસ્લિમ પક્ષે આ નિર્ણય સામે ગુરુવારે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. મુસ્લિમ પક્ષે વારાણસીની જિલ્લા અદાલતમાં પણ અરજી દાખલ કરી છે કે હિંદુઓને પૂજા કરવાથી રોકવામાં આવે. મુસ્લિમ પક્ષે આજે બંધનું એલાન કર્યું છે. પોલીસ સુરક્ષાને ત્યાં વધારી દેવામાં આવી છે. પોલીસ કાફલાને તૈનાત કરવામાં આવ્યો છે.

31 જાન્યુઆરીએ હેમંત સોરેનની ધરપકડ ઈડી દ્વારા કરવામાં આવી. કથિત જમીન કૌભાંડને લઈ ઈડીએ અનેક કલાકો સુધી તેમની પૂછપરછ કરી અને તે બાદ તેની ધરપકડ કરવામાં આવી. ઝારખંડના મુખ્યમંત્રી પદ ઉપરથી હેમંત સોરેને રાજીનામું આપી દીધું હતું. એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે ચંપઈ સોરેનની પસંદગી કરવામાં આવી, વિધાયક દળે ચંપઈ સોરેનને પોતાના નેતા તરીકે પસંદ કરી લીધા હતા. વિધાયક દળે તો નેતાને પસંદ કરી લીધા પરંતુ સરકાર રચવા માટે રાજ્યપાલ દ્વારા ચંપઈ સોરેનને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. ત્યારે એવા સમાચાર સામે આવ્યા છે કે આજે ચંપઈ સોરેન મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરશે. શપથ ગ્રહણ માટે તેમને રાજ્યપાલે આમંત્રણ આપ્યું છે.




ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.